December 20, 2025
ટ્રાવેલ

પૈસાની સંકળામણ અનુભવો છો ભારત યાત્રા હવે આ રીતે પણ કરી શકો, જાણો IRCTCની યોજના

Spread the love


IRCTC દ્વારા 13થી 22 સપ્ટેમ્બર સુધી ચાલી રહેલા 10 દિવસના પેકેજમાં સહેલાઇથી યાત્રા માટે EMI અને વિવિધ કેટેગરી વિકલ્પો ઉપલબ્ધ

રિલિજિયસ સર્કિટ સરકારે જાહેર કર્યા પછી આઈઆરસીટીસી દ્વારા વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જો પ્રવાસી અત્યારે પૈસાની સંકળામણ અનુભવતો હોય તો હપ્તાથી યા એલટીસી (સરકારી કર્મચારી માટે) મારફત પણ ટ્રાવેલ કરવાની યોજના ઘડી છે. અલબત્ત, આઈઆરસીટીસી એટલે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન હવે પ્રવાસીઓને ટૂર કરાવવા માટે નવી યોજના લઈ આવ્યું છે. ટ્રેનથી લઈ ફ્લાઈટ્સ સુધી દેશ-વિદેશમાં મહત્ત્વપૂર્ણ સ્થળે પ્રવાસ કરાવવા માટે અલગ અલગ પેકેજ પૂરા પાડે છે, ત્યારે હવે દેશના જાણીતા તીર્થસ્થળોના સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે, જેમાં ભારત ગૌરવ ટ્રેન મારફત કાશી વિશ્વનાથથી લઈને રામનગરી અયોધ્યા અને પુરીથી લઈને ગંગાસાગર સુધીની સફર કરી શકો છો. આ પેકેજની ખાસ વાત એ છે કે હવે તમે સસ્તા હપ્તાથી પણ સફર કરી શકો છો. જાણીએ પેકેજની વિશેષતા.

13થી 22 સપ્ટેમ્બરના સ્પેશિયલ પેકેજ
જો તમે ભગવાન અયોધ્યા, બાબા વિશ્વનાથની નગરી વારાણસી, ગયા, ગંગાસાગર અને જગન્નાથ પુરી જેવા ધાર્મિક સ્થળોની એકસાથે ટૂર વખતે ફરી શકો છો અને આઈઆરસીટીસી તેના માટે શ્રેષ્ઠ પેકેજ પણ પૂરું પાડે છે, જે આગામી મહિના સપ્ટેમ્બરથી શરુ થશે. એના અન્વયે ભારત ગૌરવ ટ્રેન તાજ નગરી આગ્રાથી શરુ થશે, જે નવ રાત અને 10 દિવસની હશે. 13મી સપ્ટેમ્બરથી 22મી સપ્ટેમ્બર સુધી દોડાવવામાં આવશે.

આગ્રાથી લઈને અયોધ્યા વચ્ચેના સ્ટેશનથી ટ્રેન પકડી શકો
આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ પર્યટક ટ્રેનના પ્રવાસીઓ ગયા, પુરી, જગન્નાથ મંદિર, કોર્ણાક મંદિર, કોલકાતા કાલીમાતા મંદિર, ગંગાસાગર, બૈજનાથ ધામ, વારાણસી અને અયોધ્યાની યાત્રા કરી શકશો. આ પ્રવાસ દરમિયાન ટૂરિસ્ટ ગયાના વિષ્ણુપદ મંદિર, પુરીના જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર, કોલકાતામાં કાલીમાતા મંદિર, જસીડીહ દેવઘર સ્થિત બૈજનાથ ધામ, વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં રામ મંદિરહનુમાનગઢી સાથે સરયુ નદીમાં આરતીનું ભ્રમણ અને દર્શના કરાવવામાં આવશે.

દરેક પેકેજમાં અલગ અલગ સુવિધા ઉપલબ્ધ
ભારત ગૌરવ યાત્રાની વાત કરીએ તો ટ્રેનમાં કૂલ સીટ શ્રેણી અનુસાર રાખવામાં આવી છે, જેમાં કૂલ બર્થ 767 છે, જેમાં સેકન્ડ એસીની 49 સીટ, થર્ડ એસીની 70 અને સ્લીપરની 648 સીટ છે, જ્યારે યાત્રા વખતે પ્રવાસી આગ્રા કેન્ટ, ગ્વાલિયર, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, કાનપુર, અયોધ્યા અને બનારસ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવાની સાથે ઉતરી પણ શકશે. આ પેકેજમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસમાં પ્રવાસ, નાસ્તો, બપોરનું લન્ચ અને નાઈટ ડિનરનો સમાવેશ થાય છે, જ્યારે એસી-નોન એસી બસમાં સ્થાનિક જગ્યાએ દર્શન કરાવવાનો ખર્ચનો સમાવેશ થાય છે.

છેલ્લે મહત્ત્વનું વાત ભાડું હપ્તાથી ભરી શકશો
ભાડાની વાત કરીએ તો રેલવેએ હવે ભારત ગૌરવ યાત્રા માટે પ્રવાસીઓ માટે ઈકોનોમી ક્લાસમાં ટિકિટ બુક કરવા માટે પેકેજ રેટ પ્રવાસીદીઠ 18,460 છે, જ્યારે બાળકો માટે 17,330 છે. સ્લીપર ક્લાસની યાત્રામાં નોન એસી હોટેલમાં સ્ટે તેમ જ નોન એસી ટાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ કેટેગરીની વાત કરીએ તો થર્ડ એસીમાં બુકિંગ માટે પ્રવાસીદીઠ રુપિયા 30,480 અને બાળકો માટે 29,150 રુપિયા છે, જ્યારે સુવિધામાં થર્ડ એસી ટ્રેનમાં પ્રવાસ, ડબલ ટ્રિપલમાં એસી હોટેલ સ્ટે તથા પરિવહન તેમ જ કમ્ફર્ટ કેટેગરીનું બાડું 40,300 રુપિયા છે, જ્યારે બાળકો માટે 38,700 રુપિયાનું ભાડું છે. અધિકારીએ કહ્યું હતું કે ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસના આધારે બુકિંગ કરવામાં આવે છે, જેમાં એલટીસી સાથે ઈએમઆઈની પણ સુવિધા ઉપલબ્ધ છે. સમગ્ર ટૂર પેકેજ અને વધુ માહિતી તમે www.irctctourism.com પરથી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!