IRCTCની શિવ ભક્તો માટે ભેટ: 7 જ્યોતિર્લિંગના દર્શન કરાવશે ‘ભારત ગૌરવ ટ્રેન’
શ્રાવણ મહિના પછી ભાદરવો શરુ થઈ ગયો છે, જેમાં શંકર ભગવાનના ભક્તો માટે આઈઆરસીટીસી (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)એ સાત જ્યોતિર્લિંગની માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે. સ્પેશિયલ પેકેજ અન્વયે નવેમ્બરમાં ભક્તો સાત જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે, જ્યારે પેકેજની કિંમત પણ કિફાયતી છે.
જ્યોતિર્લિંગના દર્શન પર ફોક્સ
આઈઆરસીટીસીએ જાહેર કરેલ ભારત ગૌરવ ટ્રેન પેકેજ બાર દિવસનું છે, જ્યારે એની શરુઆત 18 નવેમ્બરના ઋષિકેશથી થશે. આઈઆરસીટીસીના આ પેકેજમાં શ્રદ્ધાળુઓ ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, ભીમાશંકર અને ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાની તક મળશે. ઉપરાંત, સ્પેશિયલ હોલ્ટ સ્ટેશનમાં દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો સમાવેશ થાય છે.
પેકેજની વિશેષતા શું રહેશે
આ પેકેજની શરુઆત અઢાર નવેમ્બરના થશે, જ્યારે સમાપન 29 નવેમ્બરના થશે. આ યાત્રાનો ટાઈમ કૂલ અગિયાર નાઈટ અને બાર દિવસની થશે. આ ટૂરનો આરંભ ઋષિકેશથી થશે, જ્યારે હોલ્ટ સ્ટેશનમાં હરિદ્વાર, લખનઉ, કાનપુર અને અન્ય સ્ટેશન પર મળશે, જ્યારે ભારત ગૌરવ ટ્રેનમાં પેસેન્જરની કૂલ ક્ષમતા 767 રહેશે.
પર પેસેન્જર કોસ્ટ કેટલી હશે
દરેક વર્ગ પ્રમાણે ટ્રેનમાં પ્રવાસીઓનું પેકેજ વહેંચાયેલું છે, જેમાં સેકન્ડ એસી (કમ્ફર્ટ ક્લાસ)માં પેસેન્જરદીઠ 54,390 રુપિયા છે. સ્ટાન્ડર્ડ પેકેજ (થર્ડ એસી)માં પ્રવાસીદીઠ 40,890 રુપિયા છે, જ્યારે ઈકોનોમી (સ્લીપર) ક્લાસમાં 24,100 રુપિયા છે. ઉપરાંત, પેસેન્જરની સુવિધામાં શાકાહારી ફૂડ, હોટેલ-ધર્મશાળામાં રહેવાનો ખર્ચ, સૂચિત કરવામાં આવેલા સ્થળોએ ફરવા, પેસેન્જર ઈન્શ્યોરન્સ અને ટૂર એસ્કોર્ટ્સનો સમાવેશ થાય છે.
કોવિડની રસીનું પ્રમાણપત્ર અનિવાર્ય
આઈઆરસીટીસીએ ભારત ગૌરવ પેકેજ યાત્રામાં ભોજનથી લઈને રહેવાની સુવિધાનો સમાવેશ થાય છે, જેમાં કોઈ શ્રદ્ધાળુઓએ કોઈ પણ પ્રકારના તણાવ યા ચિંતા વિના જ્યોતિર્લિંગની યાત્રા કરી શકશે. ભારત ગૌરવ યોજના અન્વયે 33 ટકા સુધીનું કન્સેશન આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને શિવ મંદિરોને સમાવી લેવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રવાસીઓએ બુકિંગ પછી બોર્ડિંગ વખતે ખાસ કરીને પોતાનું આઈડી કાર્ડ અને કોવિડની રસીનું પ્રમાણપત્ર અનિવાર્ય છે.
