ઈરાન-અમેરિકા યુદ્ધ કેટલું ચાલશે? ટ્રમ્પે આપ્યો ખુલ્લો જવાબ
પરમાણુ મિશનનો ખાતમો અને લશ્કર ઉતારવાની ટ્રમ્પની ગંભીર ચેતવણી
ઈરાન અને ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત ઓપરેશન મુદ્દે હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન એવી મિસાઈલ બનાવતું હતું, જે અમેરિકા સુધી પહોંચી શકી હોત. ઈરાન પર હુમલા પછી ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈરાન સામે યુદ્ધ જારી છે અને આતંકવાદી સરકારથી અમેરિકાને ગંભીર જોખમ ઊભું થયું હતું. ઈરાન પરમાણુ હથિયારોને લઈ પોતાની જીદ લઈ બેઠું હતું, તેથી અમેરિકા સંપૂર્ણ રીતે એલર્ટ હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે ઈરાનની પાસે અમેરિકા પર હુમલો કરનારી મિલાઈલ હતી, પરંતુ હું એમ થવા દઈશ નહીં. છેલ્લા 47 વર્ષમાં આ ઈરાનની સરકારે અમેરિકા પર હુમલો કરતી રહી હતી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન વિરુદ્ધ લશ્કરી અભિયાનમાં અમેરિકા પોતાના અનુમાનિત સમયથી આગળ ચાલી રહ્યું છે. આ અભિયાનમાં જેટલો સમય લાગશે એમ કરીશું. આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો પણ અમે એનાથી જરાય ડગીશું નહીં.
ટ્રમ્પે કહ્યું હતું કે ઓપરેશન આગામી પાંચથી સાત અઠવાડિયા સુધી ચાલી શકે છે. અમારો ઉદ્દેશ સ્પષ્ટ છે કે ઈરાનની પરમાણુ ક્ષમતાનો સફાયો કરશે, પણ તેમની પાસેના પરમાણુ હથિયાર બનાવવા દઈશું નહીં. ટ્રમ્પે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઈરાનનો ખતરો ખતમ થઈ જાય. ઈરાનએ અમેરિકાની ચેતવણીની અવગણના કરી છે. ઈરાને ગયા વર્ષે પણ અમેરિકા દ્વારા તેના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવ્યા પછી પણ પરમાણુ શસ્ત્રો બનાવવાની કોશિશ છોડી નહોતી.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈરાનને અમે દરેક વખતે ચેતવ્યું હતું, પરંતુ માન્યું નહીં. જો હજુ પણ ઈરાન માનશે નહીં તો અમે આર્મી ઉતારીશું. ઈરાનની સરકાર મિડલ ઈસ્ટમાં તહેનાત અમેરિકન દળો જોખમ બની ચૂક્યું છે. ઈરાન પોતાની બેલાસ્ટિક મિસાઈલ કાર્યક્રમને ઝડપથી વિસ્તારી રહ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી કે ઈરાનની પાસે પહેલાથી મિસાઈલ હતી, જે યુરોપ અને વિદેશ સ્થિત અમેરિકન ઠેકાણાને નિશાન બનાવી શકે છે. ઈરાનની આ મિસાઈલ સીધી અમેરિકા સુધી પહોંચવા પણ સક્ષમ હોત.
નાટાએ કહ્યું ઈરાન યુદ્ધમાં સામેલ નહીં થાય
નાટોના મહાસચિવ માર્ક રુટેએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઈરાનને ચાલી રહેલા યુદ્ધને કારણે નાટો ગઠબંધન ડાયરેક્ટ યુદ્ધમાં સામેલ થશે નહીં. બ્રસેલ્સમાં જર્મનીના રુટેએ અમેરિકા અને ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીની પ્રશંસા કરતા કહ્યું કે ઈરાનની પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલને નબળી પાડવાનું મહત્ત્વપૂર્ણ છે. આમ છતાં તેમણે કહ્યું કે આ યુદ્ધમાં નાટો સામેલ થાય એવી યોજના નથી, જેમાં ભલે અમુક સભ્યો સમર્થન આપે.
અફઘાનિસ્તાન-તુર્કમેનિસ્તાનના રસ્તે વિદ્યાર્થીઓ પરત ફરે ભારત
ઈરાનમાં જારી યુદ્ધને કારણે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત રીતે વાપસી માટે રાહતના સમાચાર છે. મુંબઈ સ્થિત ઈરાનના કોન્સ્યુલેટ જનરલ સઈદ રેજા મોતલાગે કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડવાની જરુરિયાત નથી. સુરક્ષાના કારણોસર એરપોર્ટ બંધ છે, તેથી વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશની જમીની સરહદ મારફત ઈરાનથી બહાર જઈ શકે છે. વિદ્યાર્થીઓને ફક્ત પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે.
