અમેરિકાની ઊંઘ હરામ કરતું ઈરાનનું ગુપ્ત બંકર; શું ટનલની અંદર તૈયાર થઈ રહ્યો છે પરમાણુ બોમ્બ?
અમેરિકા-ઈઝરાયલના ઈરાન સામેના યુદ્ધ દિવસે દિવસે ગંભીર બની રહ્યું છે, જ્યાં ઈઝરાયલના લડાકુ વિમાનથી ઈરાન પર સેંકડો ઠેકાણા પર હુમલા કર્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના વંટોળ વચ્ચે ઈરાનના પિકએક્સ માઉન્ટેન (Pickaxe Mountain)ને લઈ ચિંતાનો માહોલ ઊભો થયો છે, ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે આ પહાડની અંદર ગૂઢ ગુફાઓ અને બંકરમાં ઈરાન પોતાનો ગુપ્ત પરમાણુ કાર્યક્રમ ચલાવે છે, જ્યાં સંવર્ધિત યુરેનિયમ રાખવામાં આવ્યું છે, જેનાથી અમેરિકા અને ઈઝરાયલની ચિંતા વધારી છે.
છેલ્લા બે અઠવાડિયાથી મિડલ ઈસ્ટના દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે, જ્યાં ડ્રોન અને મિસાઈલ એટેકની વચ્ચે લોકોના જીવ પડિકે બંધાયા છે. હવાઈ હુમલાથી શરુ થયેલું યુદ્ધ દરિયાઈ માર્ગે પણ લોકોનું જીવવું હરામ કર્યું છે. ભારતથી લઈને ચીન સહિત ખાડી દેશોમાં ઓઈલ, ગેસ સહિત અન્ય વેપાર પર અસર પડી છે, પરંતુ એના પાછળ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન જવાબદાર છે. ઈરાનમાં નિર્માણ થઈ રહેલા પરમાણુ શસ્ત્રો છે અને એના પ્રયોગ, સંશોધન અને સુરક્ષિત રાખવાનું પગેરું પણ અમેરિકાએ શોધી કાઢ્યું હોવાથી ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પને ડર છે કે જો ઈરાન પોતાના મિશનમાં સફળ રહ્યું તો અમેરિકાની સુપરપાવરની ઈમેજને ફટકો પડી શકે છે. અમેરિકા ભલે હવાઈ માર્ગે યુદ્ધ કરતું હોય, પરંતુ અસલી ચિંતાનું કારણ તો મિસાઈલ યા ટેન્ક નથી, પરંતુ પહાડી સંબંધિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકન પ્રશાસનની નજર ઈરાનની એ પહાડીઓ પર ટકેલી છે, જે બહારીથી શાંત છે, પરંતુ અંદર મહાવિનાશના હથિયારો તૈયાર કરે છે.
પિકએક્સ માઉન્ટેન એક અભેદ્ય બંકર છે, જે નતાન્જ પરમાણુ કેન્દ્રની નજીક જાગ્રોસ પર્વતમાળામાં બની છે. આ સ્થળને કુહ-એ-કોલાંગ ગાજ લા (Kuh-e-Kolang Gaz La) પણ કહે છે. અહીંની બાંધકામની ગતિવિધિઓ અને ટનલને કારણે ચર્ચામાં છે, જ્યાં યુરેનિયમ સંવર્ધન યા સેન્ટ્રીયફ્યુજ નિર્માણ થવામાં શંકા છે, જ્યાં 24 વૈજ્ઞાનિકો કામકાજ કરી રહ્યા છે. અહીં બંકર બસ્ટર બોમ્બ પણ કામ કરતા નથી, જેને આર્મીની કાર્યવાહી બંધ કરી શકે છે. ભૌગોલિક રીતે જોઈએ તો નતાન્જથી લગભગ 1.6 કિલોમીટર દૂર આવેલું છે, જે ગ્રેનાઈટના પહોડોની નીચે 100 મીટર ઊંડું પણ હોઈ શકે છે.
પિકએક્સ માઉન્ટેન કેવી જોવા મળે છે
ઈરાનની પિકએક્સ માઉન્ટેન બહારથી સામાન્ય પહાડી જેવી જોવા મળે છે, પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સીનો દાવો છે કે આ પહાડીઓના પેટાળમાં ઈરાન પોતાનું અત્યાર સુધીનું ગુપ્ત અને સૌથી ખતરનાક ન્યુક્લિયર પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. પહાડોની નીચે પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને એના કારણે મહાસત્તાની ઊંઘ હરામ થઈ ગઈ છે પણ એવો પણ સવાલ છે કે ઈરાનને ઈઝરાયલ-અમેરિકા રોકી શકશે કે નહીં એ સમય કહેશે.
400 કિલો યુરેનિયમને શિફ્ટ કર્યાનો દાવો
પિકએક્સ માઉન્ટેન એક પહાડ નથી, પરંતુ એક કુદરતી કિલ્લા જેવી છે. પિકએક્સ માઉન્ટેનની ઊંચાઈ ફક્ત 5,000 ફૂટની છે. ઉપરનો ભાગ ઉબડખાબડ અને પથ્થરાળ છે, જે સેટેલાઈટ યા ડ્રોનથી ગતિવિધિઓને ટ્રેક કરવાનું મુશ્કેલ છે. કહેવાય છે કે સેટેલાઈટ તસવીરોથી પણ પહાડીઓની નીચે ઊંડી ટનલ અને બંકર બનાવવામાં આવ્યા છે. બંકરની નીચે અંડરગ્રાઉન્ડ ફેસિલિટીઝ તૈયાર કરી છે, જે ઈરાનની સૌથી ગુપ્ત પરમાણુ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ઈરાન પોતાના 400 કિલોગ્રામ અનરિચ્ડ યુરેનિયમને આ અંડરગ્રાઉન્ડ ફેસિલિટીમાં શિફ્ટ કર્યું છે. 400 કિલોગ્રામ યુરેનિયમને પિકએક્સ માઉન્ટેનની અંદર બનાવવામાં આવેલા 329 ફૂટ ઊંડા બંકરમાં રાખવામાં આવ્યું છે.
