Iran Isreal War: હવે ઈઝરાયલ-હિઝબુલ્લાહના યુદ્ધમાં ઈરાનની એન્ટ્રી, 100 મિસાઈલ એટેક
લેબિનોન-ઈઝરાયલ, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે આ યુદ્ધમાં વચ્ચે ઈરાને ઝંપલાવ્યું છે. ઈઝરાયલની સેનાના જણાવ્યાનુસાર ઈરાને પોતાના દેશ પર 100થી વધુ મિસાઈલથી એટેક કર્યો છે. સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગતી રહી છે અને લોકો શેલ્ટર હોમમાં પહોંચવાનો આદેશ આપ્યો છે. આ હુમલામાં ઈઝરાયલના છ લોકોના મોત થયા છે, જ્યારે નવ લોકોના મોત થયા છે. આ હુમલા પછી ઈઝરાયલના વડા પ્રધાન નેતાન્યાહુ સહિત તેમની કેબિનેટના પ્રધાનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. એની સાથે પાટનગર તેલ અવીવમાં સુરક્ષા વધારીને 13,000 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે.
હુમલા પછી ઈઝરાયલ એર ડિફેન્સ હાઈ એલર્ટ
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈરાન તરફથી ઈઝરાયલ પર મોટી સંખ્યામાં મિસાઈલથી એટેક કરવામાં આવ્યો છે. આ મિસાઈલ પાટનગર તેલ અવીવ સુધી પહોંચી હતી. ઈરાનના આ હુમલા પછી ઈઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં શરણ લેવા અને બચાવ માટે સરકારના નિર્દેશોનું સખત પાલન કરવાની અપીલ કરી છે.
ભારતીયોને સતર્ક રહેવા અને દૂતાવાસના સંપર્ક રહેવા અપીલ
ઈઝરાયલ પર ઈરાનના હુમલા પછી ભારતે ઈઝરાયલમાં રહેનારા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને સતર્ક રહેવાની સાથે સાવધાની રાખવાની સલાહ આપી છે. એની સાથે સુરક્ષિત જગ્યાએ રહેવા તથા ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાનો અનુરોધ કર્યો છે. દરમિયાન ઈઝરાયલે આ હુમલા પછી પોતાના એર સ્પેસ બંધ કર્યું છે, ત્યાંથી અવરજવર કરનારી ફ્લાઈટ્સને ડાઈવર્ટ કરવામાં આવી છે.
અમેરિકા ઈઝરાયલની સાથે હોવાનો દાવો
ઈઝરાયલ પર ઈરાન પર મિસાઈલ એટેક કરવામાં આવ્યા પછી અમેરિકા સક્રિય થઈ ગયું છે. અમેરિકન રાષ્ટ્રીય જો બાઈડેને આ હુમલા પછી પોતાના કેબિનેટના પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ યુદ્ધમાં ઈઝરાયલને બનતી તમામ મદદ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બાઈડેને પોસ્ટ કરીને આ સંજોગોમાં પણ અમેરિકા ઈઝરાયલના પડખે હોવાનું જણાવ્યું હતું.
ઈરાને પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું
દરમિયાન ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યા પછી ઈરાને સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમારા નેતાની હત્યા કરવા બદલ અમે આ હુમલો કર્યો છે. ઈરાને જણાવ્યું છે કે હમાસ પ્રમુખ ઈસ્માઈલ હનિયે અને હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહની હત્યાનો આ જવાબ છે. ઈરાની સેનાની ઈલીટ યુનિટ આઈજીઆરસીએ કહ્યું હતું કે આ શહાદત માટે બદલો છે. મિસાઈલ એટેકમાં ખાસ કરીને ઈરાને ઈઝરાયલના તમામ મોટા લશ્કરી કેમ્પને નિશાન બનાવ્યા હતા. આ ઈરાનનો પહેલો હુમલો છે, પરંતુ અંતિમ નહીં. ઈરાન સંપૂર્ણ તાકાતથી ઈઝરાયલને જવાબ આપશે.