June 30, 2025
મની મેનેજમેન્ટ

આ અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનો વરસાદ થશે

Spread the love

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતીય પ્રાઈમરી માર્કેટમાં IPO ની ધમાકેદાર એન્ટ્રી – રોકાણકર્તાઓ માટે તક કે જોખમ?

વૈશ્વિક માર્કેટમાં મોટી ઉથલપાથલ વચ્ચે આ અઠવાડિયામાં પ્રાયમરી માર્કેટમાં 14 કંપની આઈપીઓ લઈ આવી રહ્યા છે. વીતેલા અઠવાડિયામાં માર્કેટમાં મોટી વધઘટ જોવા મળી હતી. રવિવારે અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં ઝંપલાવતા હવે વૈશ્વિક રોકાણકારોની સાથે નાના રોકાણકારોમાં ડરનો માહોલ છવાય તો નવાઈ નહીં. મોટા હાથી માર્કેટમાંથી નીકળવાના ચક્કરમાં નાના ઈન્વેસ્ટર માટે જોખમ ઊભું થઈ શકે છે, જેથી આ અઠવાડિયા દરમિયાન માર્કેટમાં અફડાતફડી થઈ શકે છે.

24 જૂનથી ત્રણ મોટા આઈપીઓ માર્કેટમાં આવશે
આ સંજોગોમાં આ અઠવાડિયા દરમિયાન 14 કંપની આઈપીઓ લઈ આવે છે, તેમના માટે માહોલ કેવો રહી શકે છે એ તો વૈશ્વિક પરિબળો પર નિર્ભર રહેશે. જાણીએ ક્યા સ્ટોક છે. એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ 25થી 27 જૂન સુધી ખૂલશે. એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસ માર્કેટમાંથી 12,500 રુપિયા એક્ત્ર કરવાની યોજના ધરાવે છે, જ્યારે પ્રાઈસ બેન્ડ 700થી 740 રુપિયા રહેશે. આ જ સમયગાળામાં કલ્પતરુ અને ઈએલ લેનબરીઝનો સમાવેશ થાય છે. રોકાણકારો કદાચ રોકાણ કરી શકે છે, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાનું જરુરી રહેશે.

આ ઉપરાંત, એએલલેનબરીઝ આઈપીઓ મારફત 852 કરોડ એક્ત્ર કરવાની યોજના ધરાવી રહ્યું છે, જ્યારે કંપનીનો શેરદીઠ પ્રાઈઝ બેન્ડ 380 રુપિયાથી 400 રુપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ બંને કંપની સિવાય ગ્લોબ સિવિલ પ્રોજેક્ટનો આઈપીઓ આવશે. ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ 119 કરોડ એક્ત્ર કરવાનો પ્રયાસ કરશે. એના પછી મેનબોર્ડ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 67-71 રુપિયા છે, જ્યારે આ ત્રણેય આઈપીઓ 26 જૂનના બંધ થશે.

એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ આ વર્ષનો સૌથી મોટો છે, જે કંપની 12,500 કરોડ રુપિયા સાથે માર્કેટમાં એન્ટર થશે. મેનબોર્ડ આઈપીઓ 25 જૂનથી 27 જૂન સુધી ખૂલશે. એનબીએફસીએ 700 રુપિયાથી 740 રુપિયા શેરદીઠ પ્રાઈસ બેન્ડ નક્કી કર્યા છે. આ અઠવાડિયામાં સ્ટીલ ટ્યુબ્સનો આઈપીઓ આવશે, જેનો શેરદીઠ પ્રાઈસબેન્ડ 77 રુપિયાથી 82 રુપિયાની આસપાસ રહેશે. એસએમઈ સેગમેન્ટની કંપનીમાં એજેસી જ્વેલનો આઈપીઓ 23મી જૂનના ખૂલશે. કંપનીના આઈપીઓનું કદ 14.59 કરોડ રુપિયા છે, જ્યારે શેરદીઠ પ્રાઈઝબેન્ડ 90થી 95 રુપિયાની આસપાસ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!