IPL KKR VS SRH Final: હૈદરાબાદ સામે કોલકાતા 8 વિકેટથી જીત્યું, 10 વર્ષ બાદ મળી વિકટરી
કોલકાતા બન્યું ત્રીજી વખત ચેમ્પિયન
ચેન્નઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગની આજની 77મી મેચ અને ફાઈનલના દિવસે કોલકાતા નાઈટ રાઇડર (KKR) સન રાઈરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો ઘોડો દોડી શક્યો નહિ. ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનો નિર્ણય પેટ કમિન્સનો ખોટો પડ્યો. એક પછી એક વિકેટ પડયા પછી હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં માંડ 113 રનનો સ્કોર કરી શક્યું હતું. આ સિઝનમાં સર્વોચ્ય સ્કોર કરનારી હૈદરાબાદની ટીમ આજે IPL final મેચમાં આજે સૌથી લોએસ્ટ 113 રન બનાવ્યા હતા. આ અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા 2013ની ફાઈનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 125 રનનો સ્કોર હતો. આજે હૈદરાબાદના નામે લોએસ્ટ સ્કોર નોંધાવ્યો છે.
આજની મેચમાં હૈદરાબાદ ટીમે 20 ઓવરમાં 113 રન બનાવ્યા હતા એની સામે કોલકાતા નાઈટ રાઇડર દ્વારા બે વિકેટે 10.3 ઓવરમાં 114 રન બનાવી વિજય મેળવી લીધો હતો.
કોલકાતા વતી શરૂઆતમાં બે વિકેટ પડી હતી. આમ છતાં ઓછા રનનો સ્કોર હોવાથી કોલકાતાએ 10.3 ઓવરમાં જીત્યું હતું. ટીમ વતીથી વેંકેટશ અય્યરે 26 બોલમાં 52 રને નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી હતી. આ અગાઉ કોલકાતા આઈપીએલની સિઝન 2014માં જીત્યું હતું. જોકે આજની જીત સાથે કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે.
હૈદરાબાદની ટીમ વતીથી કેપ્ટન પેટ કમિંસે (24) રન બનાવ્યા હતા, ત્યાર બાદ માર્કરમ (20) અને હેનરિક કલાસેન (17) વધુ રન બનાવ્યા હતા પણ બાકી તમામ બેટર સારું પ્રદર્શન કરી શકયા નહોતા. કોલકાતા વતીથી સુપર બોલિંગ તમામ બોલરે કરી હતી, જેમાં એન્દ્રે રસેલે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મિચેલ સ્ટાર્કે બે અને હર્ષિત રાણાએ બે વિકેટ લીધી હતી. આ સિવાય વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વી ચક્રવર્તીએ એક એક વિકેટ લેતા હૈદરાબાદની ટીમ ફક્ત 18.3 ઓવર રમી શકી હતી અને આઈપીએલ સીઝનની સૌથી નબળી ઇનિંગ રમ્યું હતું.
2012, 2014, and 👇👇👇 pic.twitter.com/9nm5XCx5Pz
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સીઝનમાં હૈદરાબાદે સર્વોચ્ય સ્કોર નોંધાવ્યો હતો અને આજે ફાઈનલમાં હારીને ટીમના માલિક કાવ્યા મારન અને કરોડો ચાહકોને ઝટકો આપ્યો હતો.