IPL: આજની ફાઈનલ મેચમાં હૈદરાબાદ અને કોલકતા વચ્ચે ટક્કરઃ વરસાદનું વિઘ્ન રહેશે પણ…
ચેન્નઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2024)ની આ વખતની સિઝનની ફાઈનલ મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે જોરદાર ટક્કર રહેશે. બંને ટીમમાંથી કોલકાતા 14 મેચમાંથી નવ મેચ જીત્યું છે, જ્યારે ત્રણ વખત હાર્યું છે. કોલકાતા 20 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે, જ્યારે હરીફ ટીમ હૈદરાબાદ 14 મેચમાંથી આઠ જીત્યું છે, જ્યારે પાંચમાં હાર્યું છે. સનરાઈઝર્સની ટીમ 17 પોઈન્ટ સાથે બીજા નંબરે રહી છે. રાજસ્થાન પણ એ જ સ્થાને છે, પરંતુ ફાઈનલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ટક્કર રહેશે.
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે બંને ટીમમાં સૌથી મોંઘા ખેલાડીઓ છે. સૌથી મોંઘા ખેલાડી પૈકી ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ પોત પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં સફળ રહી છે. એવું પણ કહેવાય છે કે ફ્રેન્ચાઈઝી ખરીદવામાં સફળ રહ્યા છે. આ વખતની આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં રિટેન કર્યો હતો, જ્યારે પેટ કમિન્સ 20.5 કરોડમાં હૈદરાબાદે ખરીદ્યો હતો. સૌથી મોંઘા ખેલાડીને ખરીદવા પછી બંને ખેલાડીઓ ચર્ચામાં રહ્યા હતા. બંનેના પ્રાઈસ બેન્ડ બે કરોડ રુપિયા હતા.
ચેન્નઈમાં બંને ટીમના કેપ્ટને ફોટોશૂટ કરાવ્યું

શનિવારે બંને ટીમના કેપ્ટન ચેન્નઈના દરિયાકિનારે ફોટોશૂટ કરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે સ્માઈલિંગ પોઝમાં મસ્ત ફોટો સેશન કરાવ્યું હતું. બંનેના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા હતા. સૌથી પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં આવી હતી, જ્યારે હૈદરાબાદ ક્વોલીફાયરના બીજા રાઉન્ડમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલમાં ફરી રાજસ્થાન સામે ટકરાશે. સૌથી રસપ્રદ વાત છે કે બંને ટીમમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોંઘા ખેલાડી આમનેસામને રમશે.
આ વખતની સિઝનના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક છે, જ્યારે આ વખતની સિઝનમાં સ્ટાર્કે 13 મેચમાં પંદર વિકેટ લીધી છે. સ્ટ્રાઈક રેટ 15.53 રહ્યો છે, જ્યારે તેની એક વિકેટ 1.65 કરોડમાં પડી છે. સ્ટાર્કનો જાદુ સનરાઈઝર્સ સામે (ક્વોલિફાયર ગેમ) જોવા મળ્યો હતો. બીજી બાજુ હૈદરાબાદના કેપ્ટન (મૂળ ઓસ્ટ્રેલિયન કેપ્ટન) પેટ કમિન્સનો સ્ટ્રાઈક રેટ 20.82નો રહ્યો છે. પંદર મેચમાં 17 વિકેટ ઝડપી છે. એના સિવાય બેટિંગની વાત કરીએ તો 147.36ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા છે. બોલિંગ અને બેટિંગ બંને કમિન્સની અસરકારક સાબિત થઈ છે.
ટીમના માલિકોની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન છે, જ્યારે હૈદરાબાદની ટીમની કોઓનર કાવ્યા મારન છે. બંનેની ટીમની હારજીત સાથે ટીમના માલિકોની ચર્ચામાં પણ હંમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચા રહે છે. કેકેઆર અને હૈદરાબાદની વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદ પડવાની શક્યતા નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આમ છતાં બંગાળની ખાડીમાં સર્જાવનારા ચક્રવાતની તમિલનાડુની રાજધાનીમાં અસર પડવાની શક્યતા ઓછી છે. વરસાદને કારણે જો ફાઈનલ ડે પાણીમાં જાય તો રિઝર્વ ડે સોમવારે રહેશે. સોમવારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે.
