IPL 2026: ધોની-રોહિત સહિત આ 7 દિગ્ગજોની છેલ્લી સિઝન?
28 માર્ચથી આઈપીએલનો પ્રારંભ: એક તરફ 10 વિદેશી ખેલાડીઓનું ડેબ્યૂ, બીજી તરફ સ્ટાર ક્રિકેટરોની વિદાય
28મી માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે, જેમાં એકથી એક ચઢિયાતા મુકાબલા જોવા મળશે, પરંતુ આ વખતની સાત ખેલાડીઓ માટે છેલ્લી આઈપીએલ રહી શકે છે. કોણ છે દિગ્ગજ ક્રિકેટર જે આઈપીએલને અલવિદા કરી શકે યા સંન્યાસ લઈ શકે છે. આ વર્ષે દસ વિદેશી ક્રિકેટર ડેબ્યૂ કરશે, પરંતુ એની સાથે વિદાય થનારા ક્રિકેટર પર નજર કરીએ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) આ વખતે યુદ્ધના માહોલમાં ધૂમ મચાવવા સજ્જ છે. 28 માર્ચથી શરુ થનારી આઈપીએલમાં ભારતીય સહિત વિદેશી ક્રિકેટર પોતાનો જલવો બતાવી શકે છે. લગભગ બે મહિના સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં અનેક દિગ્ગજ ક્રિકેટર પોતાની ક્ષમતાનો પરિચય કરાવશે, પણ યુદ્ધના માહોલમાં મજબૂત મનોરંજન પૂરું પાડી શકશે એટલું નક્કી છે.
આ વખતની આઈપીએલ સાત સુપરસ્ટાર ખેલાડી માટે છેલ્લી રહેશે, કારણ એક જ પહેલું કહી શકાય ઉંમર. આ સાત ખેલાડીની યાદીમાં સૌથી પહેલું નામ ધોનીનું નામ લેવામાં આવે છે, જે આ વખતે ચારથી પાંચ મેચ માંડ રમી શકે છે. છેલ્લા બે વર્ષથી ધમાકેદાર બેટિંગ કરીને લોકપ્રિયતા હાંસલ કરી હતી. ધોની પછી મુંબઈ ઈન્ડિયન્સના ધુરંધર ક્રિકેટર રોહિત શર્માનું નામ આવે છે. 38 વર્ષના રોહિત શર્માએ ટવેન્ટી-20 તો પહેલાથી અલવિદા કરી છે, જે કદાચ આ વખતે આઈપીએલને પણ બાય બાય કરી શકે. બેંગલુરુ વતીથી રમી રહેલા વિરાટ કોહલી પણ અલવિદા કરી શકે છે. રોહિત શર્મા સિવાય ફાસ્ટ બોલર ઈશાંત શર્માની પણ કદાચ આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. 37 વર્ષના ઈશાંત શર્મા બોલિંગની સાથે અનેક વિવાદોમાં પણ નામ ચર્ચામાં રહ્યું છે. ઈશાંત શર્માની સાથે અંજિક્ય રાણે, મિચેલ સ્ટાર્ક, ડેવિડ મિલર, સુનીલ નરેન જેવા પીઢ-અનુભવી ખેલાડીઓ આઈપીએલને અલવિદા કરી શકે.
10 વિદેશી ખેલાડી ડેબ્યૂ કરશે
આ વખતની આઈપીએલમાં સાતેક ખેલાડી અલવિદા કરશે એની સાથે દસેક વિદેશી ખેલાડી ડેબ્યૂ કરશે. આ દસ ખેલાડીમાં દિલ્હી વતીથી કદાચ ઈંગ્લેન્ડના નવોદિત બેન ડકેટને ચાન્સ મળી શકે. અત્યાર સુધીમાં આઈપીએલ રમ્યો નથી. દિલ્હી કેપિટલ્સે તેને બે કરોડમાં ખરીદ્યો છે. 2025માં હેરી બ્રૂકના બદલે રિપ્લેસમેન્ટની ઓફર મળી હતી, પણ ફગાવી હતી. બેન ડકેટ સાથે જોર્ડન કોક્સ (RCB) સિવાય ન્યૂઝીલેન્ડના ફિન એલન (KKR) અને જેકબ ડફી (RCB), જેક ફોક્સ (CSK), શ્રીલંકાના પથમુ નિસાકા (DC), અફઘાનિસ્તાનના અલ્લાહ ગજનફર (MI), ઓસ્ટ્રેલિયન કૂપર કોનોલી અને બેન ડ્વારશુઈસ (PBKS)ને તક મળશે.
