July 1, 2025
ટેકનોલોજીમુંબઈ

iPhone 16 ખરીદવા માટે યુવાનોની પડાપડી, New Seriesની વિગતો જાણો?

Spread the love

મુંબઈઃ લેટેસ્ટ આઈફોન 16 સિરીઝનું વેચાણ આજથી વિધિવત રીતે શરુ થયું અને એપલ સ્ટોર પર સવારથી ગ્રાહકોની ખરીદી માટે લાંબી લાંબી લાઈન લાગી હતી. હવેથી ગ્રાહકો નવા ડિવાઈસને ખરીદવા માટે ઓફલાઈન અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ઓર્ડર આપી શકો છો.
મુંબઈ-દિલ્હીમાં આઈફોન ખરીદવા લાગી મોટી લાઈન
ભારતમાં આઈફોન 16 ક્રેઝ ગ્રાહકોમાં જોરદાર જોવા મળ્યો છે, જેમાં લેટેસ્ટ આઈફોન 16 સિરીઝ સૌથી પહેલા ખરીદવા માટે જબરદસ્ત દોડાદોડી જોવા મળી હતી. મુંબઈ, દિલ્હીમાં તો આઈફોન ખરીદવા માટે લોકોની જોરદાર લાઈન લાગી હતી. દેશના અનેક શહેરોમાં આઈફોન ખરીદવા માટે સવારથી લાઈન લાગી હતી.
iPhone 16ની નવી સિરીઝ લોન્ચ કરાઈ


લેટેસ્ટ આઈફોન 16 સિરીઝના ચાર મોડલ્સ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro & iPhone 16 Pro Maxનો સમાવેશ થાય છે. આ ડિવાઈસના અપગ્રેડ વર્ઝનમાં એ18 અને એ18 પ્રો ચિપસેટ જોવા મળશે, જ્યારે લેટેસ્ટ iOS 18 સાથે એપલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ફીચર્સનો પણ સમાવેશ થાય છે. નવા ડિવાઈસમાં ડેડિકેટેડ કેમેરા કંટ્રોલ બટન પણ છે, જ્યારે કેમેરા મોડયુલની ડિઝાઈન પણ બદલવામાં આવી છે. આઈફોન ખરીદવા માટે સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેના અંગે પ્રતિક્રિયા આપી હતી.
સવારના આઠ વાગ્યાથી થયું વેચાણ શરુ
મુંબઈના બીકેસી અને નવી દિલ્હીના સાકેત સ્થિત એપલના સ્ટોરમાં સવારથી ગ્રાહકોની આઈફોન ખરીદવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી, જ્યારે અમુક જગ્યાએ તો સવારના છ વાગ્યાથી લોકો આઈફોન ખરીદવા આવ્યા હતા. ડિવાઈસની ઓનલાઈન પ્રી-બુકિંગ તો પહેલાથી શરુ થઈ ચૂક્યું છે.
નવી સિરીઝનો ભાવ 79,000થી 1.44 લાખ
જોકે, આઈફોનનું વેચાણ સવારના આઠ વાગ્યાથી શરુ થયું હતું, જ્યારે અમુક લોકો તો રાતથી લાઈન લગાવી હતી.આઈફોન 16ની કિંમત 79,900 રુપિયાથી શરુ થયા છે, જેમાં 128 જીબી સ્ટોરેજ છે, આઈફોન પ્લસની કિંમત 89,900 રુપિયા છે. જ્યારે આઈફોન 16 પ્રોનો ભાવ 1.19 લાખ તથા iPhone 16 Pro Max 1.44 લાખ રુપિયાનો ભાવ છે. ભારતમાં લોન્ચ કરવામાં આવેલા આઈફોનના નવા મોડલમાં નવા કેમેરા, નવા પ્રોસેસર, બિગ સ્ક્રીન અને એક કેપ્ચર બટનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!