5,000 કંપનીના સંશોધનમાં કર્યો ચોંકાવનારો દાવો, જ્યાં મહિલાઓ કામ કરે ત્યાં ખર્ચ…
એક ઈન્ટરનેશનલ રિસર્ચમાં રિવ્યૂ ઓફ એકાઉન્ટિંગ સ્ટડીઝમાં મહત્ત્વનું સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન લગભગ દસ વર્ષ સુધી 5,000 કંપનીના ડેટા જોવામાં આવ્યા હતા, જેમાં જણાવાયું હતું કે જ્યાં મહિલાઓની ભાગીદારી વધારે રહે છે, ત્યાં કામ ચોક્કસ થાય છે. ઉપરાંત, ખર્ચમાં ઘટાડો થાય છે અને ભૂલોનું પ્રમાણ પણ ઓછું રહે છે. મહિલા સશક્તિકરણ માટે મહત્ત્વનો મુદ્દો છે, પરંતુ એક તરફ દેશમાં મહિલાઓનું શોષણ અને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ થાય છે ત્યારે આ સંજોગોમાં ઉપરોક્ત સંશોધન મહત્ત્વનું છે. વિગતવાર વાત કરીએ.
અસરકારક કામનો ચાન્સ રહે છે
કોર્પોરેટ સેક્ટરમાં મોટા ભાગે એવું માનવામાં આવે છે કે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે સૌથી વધુ પૈસા ખર્ચવા પડે છે, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સંશોધનમાં ચોંકાવનારું તારણ કાઢ્યું છે. સંશોધનમાં જણાવ્યું છે કે મહિલાઓની જ્યાં વધુ ભાગીદારી હોય ત્યાં કામકાજ પર્ફેક્ટ થાય છે. ખર્ચમાં વધારો થવાનો અવકાશ રહેતો નથી. મહિલાઓની ભાગીદારી વધે તો અસરકારક કામ થવાના પણ ચાન્સ રહે છે, છે ને ગજબ.
શ્રેષ્ઠ કામકાજ સાથે શ્રેષ્ઠ પરિણામ
અમેરિકન સંશોધનકર્તાએ રિવ્યૂ ઓફ એકાઉન્ટિંગ સ્ટડીઝનો રિપોર્ટ ઈન્ટરનેશનલ રિસર્ચ જર્નલમાં પ્રગટ કરવામાં આવ્યો છે. સંશોધનમાં લગભગ 10 વર્ષ સુધી 5,000 કંપનીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવ્યું છે કે જે ઓડિટ ટીમમાં મહિલાઓની સંખ્યા વધારે હતી, ત્યાં પરિણામ શ્રેષ્ઠ આવવાની સાથે કામકાજના ખર્ચમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઓડિટ ટીમમાં એવા લોકોને રાખવામાં આવે છે, જે લોકો હિસાબકિતાબ અને કામકાજની તપાસ કરે છે. ઉપરાંત, તેમનો મુખ્ય ઉદ્દેશ પણ એ વાત ચકાસવાનો રહે છે, જ્યાં કમાણી અને ખર્ચ બતાવવાનો હોય તેમ જ એ યોગ્ય છે કે નહીં એ પણ પુરવાર કરવાનું રહે છે.
ભૂલોના પ્રમાણમાં ઘટાડો થઈ શકે
સંશોધનમાં વિસ્તૃત જણાવ્યું છે કે જે ઓડિટ ટીમમાં મહિલાઓ હતી, ત્યાં ભૂલો બહુ ઓછી થતી હતી. કામની ગુણવત્તા પણ શ્રેષ્ઠ હતી, જ્યારે ખર્ચનું પ્રમાણ પણ ઓછું થયું હતું. ઓડિટમાં ભૂલોનું પ્રમાણ પણ લગભગ નવ ટકાથી ઓછી હતી. ઓડિટની ફી લગભગ બે ટકાથી ઓછી હોય છે, જ્યારે મહિલાઓની ટીમ વધુ બારીકાઈથી કામ કરે છે, જેનાથી પૈસા અને સમય બંનેની બચત થાય છે. આ જ વિચારધારા મહિલાઓને પ્રમોશન અને ઉચ્ચ ક્ષેત્રે ભાગીદારીનું પ્રમાણ પણ વધારી શકે છે.
શ્રેષ્ઠ ટીમવર્કથી કામ કરે
ઉપરાંત, મહિલાઓ વિસ્તૃતમાં વિગતવાર ડિટેલ પર ધ્યાન આપે છે. જોખમોને પણ તાત્કાલિક જાણે છે. શ્રેષ્ઠ ટીમવર્કથી કામ કરવાનું પસંદ કરે છે, જ્યારે જવાબદારીને પણ બાખૂબી નિભાવે છે, તેમાંય ઓડિટ જેવા કામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. મહિલાઓને ઓફિસમાં રાખવાથી માહોલ પણ સુમેળ ઊભો થઈ શકે છે, જ્યારે મહિલાઓને પણ આગળ વધવાની તક મળે છે. સિનિયર પોસ્ટ પર મહિલાઓને સન્માન અને સપોર્ટ મળે તો વધુ અસરકારક કામ થઈ શકે છે.
