July 1, 2025
ધર્મ

મહાકુંભમાં પહોંચ્યાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સુધા મૂર્તિ, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોએ કર્યું સ્નાન?

Spread the love

પ્રગાગરાજઃ 13મી જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં દેશ-વિદેશના સેલિબ્રિટીઝ સાથે હવે ભારતીય ઉદ્યોગપતિઓ પણ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 8.30 કરોડથી વધુ લોકો સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યા પહેલા 12 કરોડથી વધુ લોકો ત્રિવેણી સંગમ પહોંચવાની સંભાવના છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં આસ્થા, અધ્યાત્મ અને સેવાના અદ્ભૂત માહોલનું નિર્માણ થયું છે. દેશ-વિદેશમાંથી પ્રયાગરાજ પહોંચનારા શ્રદ્ધાળુઓની હવે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મહાકુંભમાં પહોંચશે. ઈન્ફોસીસના સંસ્થાપક અને ગ્રુપના ચેરમન નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ પણ પહોંચ્યા છે. તેઓ પરેડ મેદાનમાં પર્યટન વિભાગ દ્વારા બનાવેલા મહારાજા ટેન્ટમાં રોકાયા છે. સુધા મૂર્તિની ઉપસ્થિતિને લઈ લોકોમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


ગૌતમ અદાણીની આ આધ્યાત્મિક યાત્રા પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્રિવેણી સંગમમાં સ્નાન, પૂજા-અર્ચના કરી હતી. ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યા પછી હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા હતા. એના સિવાય પચાસ લાખ લોકોએ મહાપ્રસાદના ભોજન કરવામાં પણ સામેલ રહેશે. અદાણી ગ્રુપે ઈસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને મહાકુંભમાં નિરંતર નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી હતી. ગૌતમ અદાણી આજે ઈસ્કોનના પંડાલમાં ચાલી રહેલા ભંડારામાં પણ સેવા આપવાના હતા, ત્યાર બાદ તેઓ મહાકુંભના મેળામાં પણ ભ્રમણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!