March 24, 2026
ટોપ ન્યુઝહેલ્થ

સાવધાન! તમારા ઘરની હવા જ તમને કરી રહી છે બીમાર; દર વર્ષે લાખો લોકોના થાય છે મૃત્યુ

Spread the love


ઘરની અંદરનું વાયુ પ્રદૂષણ (Indoor Air Pollution) અત્યારે એક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી બનીને ઉભરી રહ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટમાં જે આંકડાઓ સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. આ રિપોર્ટમાં 1990થી 2021 સુધી 204ના ડેટા પરથી એવું જાણવા મળ્યું છે કે ઘરની અંદરની ઝેરી હવા દર વર્ષે લાખો લોકોનો ભોગ લઈ રહી છે.
એપિડેમિયોલોજિસ્ટ વિક્રમ નિરંજન અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના આંકડા મુજબ, આ ગંભીર સમસ્યાની અસર જોવા મળે છે. આપણે આજે અહીં સ્ટોરીમાં આ સમસ્યાના કારણો, તેની અસર અને તેના ઉકેલ વિશે વિસ્તારથી ચર્ચાં કરીશું.

દર વર્ષે 40 લાખ લોકોના અકાળે મૃત્યુ
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે આશરે 40 લાખ લોકો ઘરની અંદરના પ્રદૂષણને કારણે સમય પહેલા મૃત્યુ પામે છે. લાકડાં, કોલસો અને છાણા જેવા પરંપરાગત બળતણનો ઉપયોગ રસોઈમાં કરવાથી નીકળતો ધુમાડો ફેફસાં અને હૃદય માટે અત્યંત જોખમી છે.

બાળકોના વિકાસ પર ગંભીર અસર
બાળપણમાં પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી માત્ર શ્વાસની તકલીફો જ નહીં, પણ માનસિક વિકાસ પર પણ તેની માઠી અસર જોવા મલે છે. એટલું જ નહીં આ લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરે છે.

માત્ર ગરીબ દેશો જ નહીં, ગેસ સ્ટવ પણ છે જવાબદાર
વિકસિત દેશોમાં પણ આ સમસ્યા બિલકુલ ઓછી નથી. ગેસ સ્ટવ રસોડામાં બેન્ઝીન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છોડે છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ, બાળકોમાં અસ્થમાના દર આઠમાંથી એક કેસ માટે આ ગેસ સ્ટવ જ જવાબદાર હોઈ શકે છે.

ક્લીન એનર્જી અને ઈન્ડક્શન
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગેસ કે લાકડાના બદલે ઈન્ડક્શન ગેસ એ બેસ્ટ ઓપ્શન છે. ઈન્ડક્શન ગેસ ઉર્જા તો બચાવે જ છે પણ એની સાથે સાથે તે કોઈ ઝેરી કે હાનિકારક વાયુઓ વાતાવરણમાં નથી છોડતું. અનેક સરકારો તો ક્લીન એનર્જી અપનાવવા માટે નાગરિકોને સબસિડી પણ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!