મલ્ટિબેગર ઈન્ડોકેમ સ્ટોકમાં કેમ લાગી લોઅર સર્કિટ? જાણો MPCBના આદેશનું કારણ અને રોકાણકારો માટે શું છે સંકેત!
મંગળવારે શેરબજારમાં ગાબડા વચ્ચે સ્મોલ કંપનીના સ્ટોકમાં રોકાણ કરવામાં રોકાણકારોમાં જાણે હોડ જામી હતી. કંપની છે ઈન્ડોકેમ લિમિટેડ, જે સાઈઝિંગ કેમિકલ્સ, ડાઈ એન્ડ ટેક્સટાઈલ ઓક્સિલરીઝ મેન્યુફેકચરિંગ કરે છે. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેને લઈ આદેશ આપ્યો છે, ત્યાર પછી ઈન્ડોકેમ શેરમાં ગાબડું પડ્યું અને માર્કેટમાં લોઅર સર્કિટ લાગી. મલ્ટિબેગર સ્ટોક ઈન્ડોકેમે પાંચ વર્ષમાં રોકાણકારોને 1.69 લાખ રુપિયાનું વળતર પણ આપ્યું છે.
ઈન્ડોકેમ સ્ટોકમાં ગયા અઠવાડિયા દરમિયાન મોટું ગાબડું પડ્યું હતું, તેથી રોકાણકારોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. સોમવારે સ્ટોક 866 રુપિયાના મથાળે ક્લોઝ થયો હતો, જ્યારે મંગળવારે પણ પાંચ ટકાની સર્કિટ સાથે 829 રુપિયાએ રહ્યો છે. આ સ્ટોકમાં ગાબડા માટે માહારષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (એમપીસીબી)એ આદેશ આપ્યો હતો, જેમાં અંબરનાથ સ્થિત ઈન્ડોકેમ મેન્યુફેકચરિંગ યુનિટને બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે.
એમપીસીબીના ઓર્ડર પ્રમાણે કંપનીએ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેથી કંપનીએ નોટિસ આપીને યુનિટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે શેરના ભાવમાં તોતિંગ ધોવાણ થયું છે, જ્યારે હજુ પણ માર્કેટના રોકાણકારો અવઢવમાં છે કે આગામી દિવસોમાં શું થશે. કંપનીની પોઝિશનની વાત કરીએ તો મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. કંપનીના સ્ટોકે પાંચ વર્ષમાં 6810 ટકાનું રિર્ટન આપ્યું છે. જો કોઈ રોકાણકારે 12 રુપિયાના ભાવથી 829 રુપિયાએ ટ્રેડ કરી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા 12 રુપિયાના ભાવથી જો કોઈ એક લાખનું રોકાણ કર્યું હોત તો આજે 69 લાખ રુપિયા થયા હોત.
અત્યાર સુધીમાં કંપનીના પર્ફોમન્સની વાત કરીએ તો 20 નવેમ્બર 2020થી ડિસેમ્બર 2024ના અંત સુધીમાં આ સ્ટોક 12 રુપિયાથી 100 રુપિયાની સુધીની સફર કરી હતી, પરંતુ 2025માં તો કંપનીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ વર્ષે તો 737 ટકા સુધીનો ઉછાળો રહ્યો છે. છ મહિનામાં પણ સ્ટોકે 330 ટકાથી વધુ વળતર આપ્યું છે. એમપીસીબીના આદેશ પછી કંપનીએ કહ્યું છે કે આ આદેશને પરત લેવામાં આવે તેમ જ પર્યાવરણના નિયમોનું પાલન કર્યું છે.
