June 30, 2025
ટોપ ન્યુઝવાંચન વૈવિધ્યમ

આ છે ભારતના ટોપ-10 રિચેસ્ટ સિટી, જુઓ મુંબઈ અને અમદાવાદ છે કેટલામાં સ્થાને…?

Spread the love

હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા દુનિયાના ટોપ ટેન ગરીબ દેશોની યાદી બહાર પાડવામાં આવી હતી અને આ બધા વચ્ચે હારુન ઈન્ડિયા-2024નો એક અહેવાલ સામે આવ્યો છે. આ યાદીમાં ભારતના ટોપ-10 ધનવાન શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

તમને જાણીને આનંદ અને ગર્વ થશે કે આ યાદીમાં ગુજરાતના એક શહેરનો અને મહારાષ્ટ્રના એક શહેરનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કયા છે આ શહેરો અને કયા શહેરે આ યાદીમાં ટોપ કર્યું છે. હારુન ઈન્ડિયા દ્વારા વર્ષ 2024માં ભારતના એવા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે જેમણે ખાનગી કંપનીઓ પાસેથી સૌથી વધુ નફો કમાવ્યો છે.

1. હારુન ઇન્ડિયા દ્વારા બહાર પાડેલી આ યાદીમાં મુંબઈએ ટોપ કર્યું છે. આમચી મુંબઈએ ગયા વર્ષે એટલે કે 2024માં 154 કંપનીઓ પાસેથી ₹ 1.54 લાખ કરોડનું નફો હાંસિલ કર્યું છે.

2. આ યાદીમાં બીજા સ્થાને આવે છે આઈટી સિટી બેંગલુરુ. બેંગલુરુએ 44 કંપનીઓ સાથે 25,48,340 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

3. ત્રીજા સ્થાને આવે છે દિલવાલોં કી દિલ્હી. નવી દિલ્હીએ 2024માં 37 જેટલી કંપનીઓ પાસેથી 23,81,680 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હતું.

4. દિલ્હી પાછળ પાછળ જ ગુરુગ્રામે 36 કંપનીઓ તરફથી 19,61,770 કરોડ રૂપિયાનો નફો કમાવીને ચોથા સ્થાને રહ્યું છે.

5. હૈદરાબાદ આ યાદીમાં પાંચમા નંબરે આવે છે જ્યાં 35 કંપનીઓએ 10,41,260 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

6. ચેન્નઈને 30 કંપનીઓથી રૂ. 11.78 લાખ કરોડનો ફાયદો થયો છે.

7. પુણેને 28 કંપનીઓ તરફથી રૂ. 16.63 લાખ કરોડનું યોગદાન મળ્યું, જેનાથી તે યાદીમાં સાતમું સ્થાન મેળવ્યું.

8. કોલકાતાને 27 કંપનીઓ તરફથી 12.87 લાખ કરોડ રૂપિયાનું યોગદાન મળ્યું છે.

9. નોઈડાને 25 કંપનીઓ તરફથી 14.49 લાખ કરોડ રૂપિયાનું યોગદાન મળ્યું છે, તેથી તેને યાદીમાં નવમું સ્થાન મળ્યું છે.

10. ગુજરાતના અમદાવાદ દસમું સ્થાન મેળવ્યું છે, જેણે 2024 માં 21 કંપનીઓ સાથે 17.53 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!