ભારતની સૌથી ધીમી ટ્રેન કઈ? 5 કલાકમાં 46 કિમીનું અંતર કાપે છે આ ટ્રેન
ભારતીય રેલવેનું નેટવર્ક દુનિયામાં જાણીતું છે હવે સ્પીડ યુગમાં ધકેલાઈ રહ્યું છે. યા ભારતીય રેલવે બુલેટ વેગે ટ્રેનોને દોડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કાચબા ગતિએ દોડતી જ કહી શકાય. એટલે કાચબા ગતિએ ચાલતી ટ્રેનોનો યુગ હજુ સમાપ્ત થયો નથી. હજુ પણ ભારતમાં સૌથી ધીમી ગતિએ દોડતી ટ્રેનનો યુગ પૂરો થયો નથી અને લોકો હજુ પણ સ્લો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે અને એમાં ફરવાનો પણ લહાવો લઈ રહ્યા છે, પરંતુ સ્પીડ યુગમાં મોટા ભાગના લોકો પસંદ કરતા નથી. ભારતમાં હજુ એવી પણ સ્લો ટ્રેન છે, જેમાં બેસીને લોકો તેને યાદગાર બનાવી રહ્યા છે.
ઉટી-કુન્નુર વચ્ચે દોડાવાતી ટ્રેન ટૂરિસ્ટની ફેવરેટ છે
વાત એવી ટ્રેનની કરીએ જેની સ્પીડ સાથે ડબા પણ મર્યાદિત છે, જ્યારે ટ્રેનમાં સીટિંગ વ્યવસ્થા છે. હજુ પણ આ ટ્રેન દોડાવાય છે, પરંતુ તેના પર પણ સંકટના વાદળો ઘેરાયેલા રહે છે, કારણ કે કુદરતના આધીન છે. ભારતની સૌથી સ્લો ટ્રેનમાં મુસાફરી કરવા માટે એડવાન્સમાં બુકિંગ કરવું પડે છે અને એ ટ્રેનનું નામ છે મેટ્ટુપાલયમ-ઉટી નિલગિરિ પેસેન્જર ટ્રેન. નિલગિરિ પેસન્જર ટ્રેન ઉટી અને કુન્નુર વચ્ચે દોડાવાતી ટૂરિસ્ટની ફેવરેટ ટ્રેન છે.

આકર્ષણ કુદરતી સુંદરતા છે, તેથી સ્પીડની અવગણના
આ ટ્રેન તમિલનાડુમાં મેટ્ટુપાલયમમાં ઉટી સુધી દોડાવાય છે, જ્યારે તેનું કૂલ અંતર 46 કિલોમીટરનું છે, જ્યારે તેનો કૂલ સમય પાંચ કલાક લાગે છે, જ્યારે ટ્રેનની કલાકની સરેરાશ સ્પીડ 10થી બાર કિલોમીટરની છે. સૌથી ઓછી સ્પીડ કેમ જો તમારા મનમાં સવાલ થતો હોય તો એનું કારણ એ છે કે પહાડોમાં ચઢાણ કરે છે. પહાડોમાં ચઢાણ માટે રેક એન્ડ પિનિયમ સિસ્ટમનો ઉપયોગ કરે છે. શાર્પ ચઢાણ કે વળાંકમાં સ્પીડ મર્યાદિત રાખવી પડે છે, જ્યારે ટ્રેન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટનો પણ ભાગ છે, તેથી ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ટ્રેનમાં બેસીને મુસાફરી કરતી વખતે કુદરતનો નજારો શાનદાર જોવા મળે છે. આસપાસનું કુદરતી સૌંદર્ય જોવા મળતું હોવાથી લોકોને ટ્રેનની ઓછી સ્પીડ પણ પસંદ પડે છે.

કોરિડોરનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં 16 વર્ષ લાગ્યા
ભારતમાં પેસેન્જર ટ્રેનની પણ સરેરાશ સ્પીડ કલાકના 25થી 30 કિલોમીટરની હોય છે, પરંતુ ભારતની સૌથી સ્લો ટ્રેનનો રેકોર્ડ નિલગિરિ પેસેન્જર ટ્રેનનો છે. 45 કિલોમીટરના કોરિડોરમાં રેલવે ટ્રેક નાખવાથી લઈ પર્વતોની વચ્ચે ટ્રેન દોડાવવાની યોજના પણ પડકારજનક હતી, જેમાં પહાડો, નદીઓ, ઝરણા, જંગલોને પાર કરવાના હતા. 1854માં પ્રસ્તાવ મૂક્યો પણ અનેક અવરોધોને કારણે છેક 1891માં કામકાજ ચાલુ થયું અને પૂરું કરવામાં બીજા 16 વર્ષ લાગ્યા. છેક 1908માં કામ પૂરું થયું. નેરો ગેજમાં દોડાવાતી નિલગિરિ પેસેન્જર ટ્રેનના રસ્તામાં પડતા સ્ટેશન બ્લુ રંગના છે, કારણ કે નિલગિરિ માઉન્ટેન રેલવે છે. અહીંના નિલગિરિ પર્વતો પણ બ્લુ રંગના છે.

250થી વધુ પુલ, 16 ટનલ 200થી વધુ ટર્નિંગ આવે છે
એક અંદાજ પ્રમાણે સમગ્ર કોરિડોરમાં 250થી વધુ પુલ, 16 ટનલની સાથે 200થી વધુ ટર્નિગ આવે છે. દરેક માર્ગમાં ટનલ, ચઢાણ, પુલ અને શાર્પ કર્વને કારણે સ્પીડ મર્યાદિત રાખવી પડે છે. બીજું યુનેસ્કોની હેરિટેજ સાઈટમાં હોવાને કારણે આધુનિક સ્પીડથી નિલગિરિ પેસેન્જર ટ્રેનને બચાવવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે ઉટી ભારતનું સૌથી જૂનું હિલ સ્ટેશન છે, જે પર્વતોની ઊંચાઈ પર આવેલું છે. ઉટીથી ટ્રેન ઉપડ્યા પછી રસ્તા લવડેલ, વેલિંગ્ટન, એડર્લી, કુન્નુર અને રનનીમેડ વગેરે સ્ટેશન આવે છે. ઉટીથી મેટ્ટુપાલયમ સુધી દિવસમાં અનેક ફેરી મારે છે. 120 વર્ષથી ચાલતી આ ટ્રેન અને રેલવે લાઈનને યુનેસ્કોનો હેરિટેજનો દરજ્જો મળ્યો છે. નિલગિરિ માઉન્ટેન રેલવેની સ્થાપના 1899માં કરી અને 1908માં શરુ કરી હતી, જે શરુઆતમાં અંગ્રેજોના વેકેશન પર જવા માટે બનાવી હતી.
