શેરબજારમાં 15 વર્ષનો સૌથી મોટો કડાકો: રોકાણકારો ફફડ્યા
સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા દિવસે ગાબડું, માર્કેટ કેપમાં કરોડોનું ધોવાણ
વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ, વિદેશી રોકાણકારોની એક તરફી વેચવાલી અને યુદ્ધના જોખમોને કારણે ભારતીય શેરબજારમાં એક પછી એક મોટા કડાકા નોંધાયા છે, જેના કારણે ભારતીય માર્કેટનું કૂલ માર્કેટ કેપિટલાઈઝેશન 49 લાખ કરોડ રુપિયાનો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
અત્યારે ભારતીય શરેબજારની માર્કેટ કેપ 4.7 ટ્રિલિયન ડોલરે રહી છે, જે વર્ષની શરુઆતમાં 5.3 ટ્રિલિયન ડોલરની હતી. એટલે થોડા મહિનામાં માર્કેટની વેલ્યુમાં દસ ટકાનો મોટો કડાકો બોલાઈ ગયો છે. આ અગાઉ 2011માં ભારતીય માર્કેટમાંથી 625 અબજ ડોલરનો સફાયો થયો હતો, જેના હિસાબે બીજા પંદર વર્ષમાં સૌથી મોટો કડાકો નોંધાયો છે. માર્કેટના જાયન્ટ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી પણ આ વર્ષે અનુક્રમે 10.8 અને 9.5 ટકા તૂટ્યા છે. આ વર્ષે ભારતીય શેરબજારની સાથે અન્ય વિદેશી માર્કેટમાં મેક્સિકો, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, નોર્વે, ફિનલેન્ડ, વિયેતનામ અને પોલેન્ડ જેવા દેશના માર્કેટ પણ ધોવાયા છે.
ભારતીય શેરબજારની વાત કરીએ તો સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર એમ અઠવાડિયાના પાંચ દિવસમાં સેન્સેક્સ-નિફ્ટી સહિત અન્ય શેરબજારના અન્ય ઈન્ડેક્સ તૂટ્યા છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટમાં નિરંતર વેચવાલી રહી છે. આજે પણ માર્કેટના ઓપનિંગ સેશનમાં 600 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. બીજી બાજુ નિફ્ટીમા ઘટાડો નોંધાયો છે, ગઈકાલે તો 300 પોઈન્ટ સુધી તૂટી હતી. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 3,500 પોઈન્ટથી વધુનું ધોવાણ થઈ ચૂક્યું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં ઘટાડા માટે ક્રૂડ ઓઈલના વધતા ભાવો પણ જવાબદાર છે. ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેમાં આજે બ્રેન્ડ ક્રૂડનો ભાવ વધીને બેરલદીઠ 100 ડોલરે પાર થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકાવવાની કોઈ અપેક્ષા નથી. માર્કેટમાં તેજી છે કે મંદી, પણ મંદીના માહોલમાં પણ લોકોની લેવાલી રોકાઈ નથી. માર્કેટના બદલાતા વર્તારા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં એકધારી તેજી જોવા મળી છે, જ્યારે વિશ્વ મહાસંકટમાં હોમાતું જાય છે એના અંગે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ પણ કહ્યું છે. અમેરિકા કરોડો ડોલર ખર્ચી રહ્યા છે, પરંતુ એની સાથે ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી થાણા હોવાથી ઈરાન ડાયરેક્ટ હુમલા કરી રહ્યું છે.
છેલ્લા પાંચ દિવસમાં માર્કેટમાંથી રોકાણકારો એક્ઝિટ કરી રહ્યું છે, જેમાં કોઈ એક સેક્ટર નથી, પરંતુ મોટા ભાગના ઈન્ડેક્સના શેર ઐતિહાસિક સપાટીથી નીચે જઈ રહ્યા છે, જેમાં ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા અને રિયલ્ટી સેક્ટરમાં વેચવાલી છે. એના સિવાય મેટલ, સરકારી પીએસયુ બેંક, ડિફેન્સ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રે જોડાયેલી કંપનીના શેરમાં જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે. હાલના સંજોગોમાં રોકાણકારોએ શું કરવું એવા સવાલના જવાબમાં નિષ્ણાતોનું માનવું છે કે રિયલ ઈન્વેસ્ટર હજુ માર્કેટમાં નીચા સ્તરેથી નવી ખરીદી કરી શકે પણ, પણ એક શરત જો લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છતા હોય તો. બાકી ડરના માર્યા તમારા મોટા રોકાણમાંથી ઝડપી એક્ઝિટ લેવા અંગે વિચાર કરી શકો.
