ટ્રેનના એન્જિનના ઉત્પાદનમાં ભારતની ‘હરણફાળ’, અમેરિકા-યુરોપને પણ પાછળ મૂક્યાં
‘મેક ઇન ઇન્ડિયા’થી રેલવે સમૃદ્ધ, 10 વર્ષમાં લોકોમોટિવ ઉત્પાદન 9168 સુધી વધ્યું
નવી દિલ્હીઃ ભારતીય રેલવે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે અને નાણાકીય વર્ષ 2024-25માં 1,681 લોકોમોટિવ્સનું વિક્રમી ઉત્પાદન હાંસલ કર્યું છે. આ સિમાચિહ્ન અમેરિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા પ્રદેશોના કુલ લોકોમોટિવ ઉત્પાદનને વટાવી ગયું છે અને વૈશ્વિક રેલવે ક્ષેત્રમાં ભારતના વધતા જતા પ્રભુત્વ દર્શાવે છે.
ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ કેટેગરીમાં 1,681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં ઉત્પાદિત 1,472 લોકોમોટિવ્સની તુલનામાં 209 લોકોમોટિવ્સ અથવા 19 ટકાનો વધારો દર્શાવે છે. આ રેકોર્ડ બ્રેકિંગ ઉત્પાદન દેશમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ માટે અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે, જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વધારવામાં તમામ એકમોની નોંધપાત્ર સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.
છેલ્લા દાયકામાં સરેરાશ 917 યુનિટનું ઉત્પાદન
લોકોમોટિવ ઉત્પાદનમાં સતત વધારો એ “મેક ઇન ઇન્ડિયા” પહેલને મજબૂત કરવા માટે લેવામાં આવેલા વ્યૂહાત્મક નિર્ણયોનું સીધું પરિણામ છે. 2004 અને 2014ની વચ્ચે ભારતે કુલ 4,695 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું, જેની રાષ્ટ્રીય વાર્ષિક સરેરાશ 470 હતી. તેનાથી વિપરીત, 2014થી 2024 સુધીમાં લોકોમોટિવ ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 9,168 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું હતું, જે વાર્ષિક સરેરાશ વધીને આશરે 917 થઈ ગઈ હતી.
2024માં સર્વોત્તમ લોકોમોટિવ્સનું નિર્માણ કર્યું
નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય રેલવેએ તેના ઉત્પાદન એકમોમાં 1,681 લોકોમોટિવ્સનું રેકોર્ડ ઉત્પાદન હાંસલ કર્યું છે. આ ઉત્પાદનનું વિતરણ નીચે મુજબ કરવામાં આવ્યું હતું: ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સે 700 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું, બનારસ લોકોમોટિવ વર્ક્સે 477, પટિયાલા લોકોમોટિવ વર્ક્સે 304 લોકોમોટિવ્સ અને 100 લોકોમોટિવ્સનું ઉત્પાદન મધેપુરા અને મારહોરા એકમોમાં કર્યું હતું. દેશમાં ઉત્પાદિત મોટા ભાગના લોકોમોટિવ્સ ગૂડ્સ ટ્રેન ટ્રેનો માટે હતા. નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદિત 1,681 લોકોમોટિવ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ભારતીય રેલવેમાં 2 લાખ વેગન બનાવ્યા
અશ્વિની વૈષ્ણવે લોકસભામાં અગાઉ ક્યું હતું કે દેશના લોકોમોટિવના ઉત્પાદનમાં દર વર્ષે 1400 સુધી પહોંચી જાય છે, જે યુરોપ અને અમેરિકાના કૂલ ઉત્પાદન કરતા પણ વધારે છે. લોકોમોટિવ સિવાય દર વર્ષે ભારતીય રેલવેમાં બે લાખ નવા વેગન ઉમેરવામાં આવ્યા ે, જ્યારે દસ વર્ષમાં 41,000 લિંકે હોફમેન બુશ (એલએચબી) કોચ બનાવવ્યા છે, જે અગાઉ દર વર્ષે 400-500 બનાવવામાં આવતા હતા.