હર મૈદાન ફતેહઃ ઈન્ડિયન રેચેલ ગુપ્તા બની Miss Grand International, કોણ છે જાણો?
મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ ઈન્ડિયાથી લઈને દર વર્ષે અવનવા ટાઈટલવાળી ઈવેન્ટ શરુ થાય છે, જેમાં મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ (Miss Grand International)નો પુરસ્કાર ભારતને નામે કર્યો છે. પંબાજી કુડીએ ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે. ફેશન જગતની જાણીતી પંજાબી રેચેલ ગુપ્તાએ ઈતિહાસ રચ્યો છે. મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ ટાઈટલ પોતાને નામે ભારતનું નામ પણ રોશન કર્યું છે. આખરે રેચેલ ગુપ્તા (Rachel Gupta) છે કોણ અને કઈ રીતે આપ્યા દુનિયાને સમાચાર.
11 વર્ષ બાદ ભારતને ટાઈટલ મળ્યું
ફેશન વર્લ્ડમાં ભારતીય બ્યુટીએ ઈતિહાસ રચ્યો છે. પંજાબની દીકરી રેચેલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ ટાઈટલ જીતીને નવો જ ઈતિહાસ રચ્યો છે, કારણ કે આ કોમ્પિટિશન શરુ થયા પછી પહેલી વખત ભારતના નામે ટાઈટલ આવ્યું છે. 2013માં થાઈલેન્ડમાં શરુ થયેલી બ્યુટી પિઝન્ટમાં અત્યાર સુધીમાં કોઈ ઈન્ડિયન બ્યુટી જીતી શકી નહોતી, પરંતુ 2024નું વર્ષ ભારત માટે સુકનિયાળ સાબિત રહ્યું છે અને પંજાબની કુડીએ ઈતિહાસ રચ્યો છે. ભારતને પૂરા 11 વર્ષ પછી ટાઈટલ મળ્યું છે.
રેચેલે 70 દેશની સુંદરીઓમાં મેદાન માર્યું
70 દેશની સુંદરીઓએ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ ટાઈટલમાં ભાગ લીધો હતો. શુક્રવારે સ્પર્ધામાં વિનર તરીકે રેચેલલગુપ્તાને જાહેરાત કરી હતી. આ જાહેરાત કર્યા પછી રેચેલે વીડિયો શેર કર્યો હતો અને ભારતને શુભેચ્છા આપી હતી. રેચેલ ગુપ્તાને 2023માં વિજેતા બનેલી લુસિયાના ફસ્ટરે તાજ પહેરાવ્યો હતો. આ આયોજન થાઈલેન્ડમાં થયું હતું.આ કોમ્પિટિશનમાં ફિલિપિન્સની બ્યુટી ક્રિસ્ટીન જુલિયન ઓપિયાજા ફર્સ્ટ રનર અપ રહી હતી, જ્યારે મ્યાનમારની બ્યુટી બીજા ક્રમે રહી હતી.
પોસ્ટ લખીને સમાચાર આપ્યા દેશવાસીઓને
રેચેલ ગુપ્તાએ આ સમાચારને પોતાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું કે અમે કરી બતાવ્યું. આજે આ ઐતિહાસિક જીત છે. મારા પર વિશ્વાસ કરનારાનો ધન્યવાદ અને સૌને વચન આપું છું કે તમને લોકોને ક્યારેય નિરાશ કરીશ નહીં અને આ જ રીતે શાનદાર કામ કરતી રહીશ.
2022માં મિસ સુપર ટેલેન્ટ વર્લ્ડનું ટાઈટલ જીતી હતી
પંજાબની રેચેલ ગુપ્તાએ 20 વર્ષે 2022માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનું ટાઈટલ જીત્યું હતું. પંજાબના જલંધરની રહેનારી રેચેલ ગુપ્તા એક સફળ મોડલ સાથે ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેનારી રેચેલની ફેન એન્ડ ફોલોઈંગની લિસ્ટ પણ બહુ લાંબી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એક મિલિયન જેટલા ફોલોઅર્સ છે. પંજાબી કુડીને એક વાર જોશો તમે પણ એના ચાહકો થઈ જશો.