February 10, 2026
ઈન્ટરનેશનલરમત ગમત

Paris Olympic: નીરજ ચોપરા ગોલ્ડ જીત્યો તો લોકોને મળશે મફત વિઝા, કોણે આપી આવી ઓફર?

Spread the love

પેરિસઃ અહીંની ઓલિમ્પિકની શરુઆતના છ દિવસ સામાન્ય હ્યા છે, જેમાં ભારતીય ખેલાડીઓએ દેશને ફક્ત ત્રણ જ મેડલ અપાવ્યા છે. ઓલિમ્પિકની રમતમાં પી. વી. સિંધુ, નિખત જરીન, રોહન બોપન્ના વગેરે ખેલાડી ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે. હવે દેશને નિરજ ચોપરા પાસે અપેક્ષા છે. હવે નિરજ જો ગોલ્ડ મેડલ જીતે તો મફત વિઝા આપવાની જાહેરાત કરી દીધી છે.
એટલીઝ વિઝાના સીઈઓ મોહક નહાટાએ જણાવ્યું છે કે જો ઓલિમ્પિકમાં નિરજ ચોપરા ગોલ્ડ જીતે છે તો એક દિવસ માટે પૂરા દેશના લોકોને ફ્રીમાં દુનિયાના કોઈ પણ દેશ માટે વિઝા આપવામાં આવશે. હવે તમારા દિમાગમાં સવાલ થયો હશે કે આવી ઓફર કોણ આપી શકે તો એની વાત કરીએ.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મના સંસ્થાપક અને સીઈઓ મોહક નહાટાએ એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે નીરજ ચોપરા ગોલ્ડ જીતશે તો તમામને મફતમાં વિઝા આપવામાં આવશે. મૂળ ભારતીય સીઈઓ લિંકઈન પર નિરજ ચોપરા ગોલ્ડ જીતવા અંગે વિઝા ફ્રીની ઓફરની પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ વાઈરલ થયા પછી તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે વિઝાની એપ્લિકેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં ચાહે યૂઝર કોઈ પણ દેશમાં જવા ઈચ્છતો હોય.
હવે નિરજ ચોપરા ક્યારે રમશે તો પુરુષોની ભાલાફેંકની સ્પર્ધાનો ક્વોલિફિકેશન રાઉન્ડ છઠ્ઠી ઓગસ્ટના છે. ચોપરા જો આઠમી ઓગસ્ટના ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહે તો ભાલાફેંકની સ્પર્ધામાં મેડલ જીતનાર દુનિયાનો પાંચમો અને સતત બીજી વખત વ્યક્તિગત ગોલ્ડ જીતનારો ભારતનો પહેલો ખેલાડી બનશે. નિરજ ચોપરા સિવાય ભારતનો કિશોર જેના પણ સ્પર્ધામાં ભાગ લેશે.
મોહક નહાટાએ કહ્યું હતું કે 30 જુલાઈના મેં તમામ લોકોને ફ્રીમાં વિઝા આપવાનું વચન આપ્યું હતું કે જો નિરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે. જો નિરજ ગોલ્ડ જીતશે તો એક દિવસના પૂરા સમયગાળા દરમિયાન લોકોને ફ્રીમાં વિઝા આપીશું અને વિઝાની ફી ઝીરો હશે અને એમાં કોઈ પણ દેશ હશે. આ ઓફરને પહેલી ઓગસ્ટના શેર કરી અને ઓફરનો લાભ મેળવનારાને કમેન્ટ બોક્સમાં ઈમેલ કરવાની સાથે ફ્રીક વિઝા ક્રેડિટ કાર્ડ સાથે એક ખાતું બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!