March 23, 2026
ટોપ ન્યુઝહોમ

હિંદ મહાસાગરમાં મહાયુદ્ધના એંધાણ: ભારતની ચિંતામાં થયો વધારો

Spread the love

ઈરાનનો અમેરિકા-બ્રિટનના બેઝ પર મિસાઈલ હુમલો: હિંદ મહાસાગર બન્યું નવું યુદ્ધ મેદાન?

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ સતત ત્રણ અઠવાડિયા પછી એક પણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી, પરંતુ એની અસર છેક હિંદ મહાસાગર સુધી પહોંચી છે. ભારતીય દરિયાઈ હદ એટલે હિંદ મહાસાગરમાં હાજર અમેરિકા અને બ્રિટનના મિલિટરી બેઝ ડિએગો ગાર્સિયો ફક્ત 1,600 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં ઈરાનએ હુમલો કર્યો હતો. આ હુમલાથી અમેરિકા સાથે બ્રિટન પણ હરકતમાં આવી ગયું છે, જેનાથી ભારત સહિત જાપાન અને એશિયાઈ દેશો પણ સંકટમાં મૂકાઈ શકે છે એ વાત નકારી શકાય નહીં.

અગાઉ ઈરાનના યુદ્ધજહાજને ટોરપીડોના હુમલાથી ડૂબાડી દેવામાં આવ્યું હવું અને હવે ઈરાન આ જ વિસ્તારમાં અમેરિકા અને બ્રિટનના મિલિટરી બેઝ (ડિએગો ગાર્સિયો) પર બેલેસ્ટિક મિસાઈલથી એટેક કર્યો હતો, જ્યારે બીજા મિસાઈલ તો એટલી નજીક આવી ત્યારે એને ઈન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં આવી હતી.

હવે બ્રિટન પણ પોતાની સુરક્ષા માટે લશ્કરી મથકનો ઉપયોગ કરવાની અમેરિકાને હા પાડી એના માટે બ્રિટને પોતાની ન્યુક્લિયર પાવરવાળી સબમરીનને પણ હિંદ મહાસાગરમાં ઉતારી દીધી છે. આ તમામ ઘટનાક્રમને કારણે હોર્મુઝ સ્ટ્રેટને બદલે હિંદ મહાસાગર ટાર્ગેટ બની જાય તો નવાઈ નહીં, જ્યાં અમેરિકાએ પોતાના લડાકુ વિમાનો તૈયાર રાખ્યા છે. અહીંથી અમેરિકા થોડા વર્ષો પહેલા પશ્ચિમ એશિયા માટે ઓપરેશન ચલાવી ચૂક્યું છે, પરંતુ આ સંજોગોમાં ભારતની મુશ્કેલી વધી શકે અને ભારત પણ ઈચ્છતું નથી.

ડિએગો ગાર્સિયો પર અમેરિકાનો કબજો રહે એવું ભારત પણ ઈચ્થતું નથી, કારણ કે એના પછી અનેક દેશોની ગતિવિધિઓ પણ વધવાનું જોખમ છે. સૌથી પહેલા તો ભારતના દક્ષિણ સ્થિત ડિએગો ગાર્સિયો તરફ મિસાઈલ એટેક કરવામાં આવ્યો તો એ સ્પષ્ટ થઈ ગયું કે ઈરાન પાસે 2,500 માઈલ અથવા એનાથી વધુ અંતરે એટેક કરવાની ક્ષમતા છે.

બીજી વાત રોયલ નેવીની જે સબમરીન એચએમએસ એનસન ટોમહોક બ્લોક આઈવી હિંદ મહાસાગરમાં આવી છે, જે ક્રુઝ મિસાઈલની સાથે સ્પિયરફિશ હેવીવેઈટ ટોરપીડોવાળી છે. એનું લોકેશન પણ કોઈને ખબર પડતી નથી, જે ઓસ્ટ્રેલિયા નજીકના દરિયામાં પર્થ નજીક હતી. પશ્ચિમ એશિયામાં વધતા ટેન્શન અને હોર્મુઝ રુટ બંધ થવાથી હિંદ મહાસાગરમાં લાવ્યા છે. ભારત તો હંમેશાં આ વિસ્તારમાં શાંતિ ઈચ્છે છે જો અમેરિકા-બ્રિટનનો બેઝ કેમ્પ ન હો તો ઈરાન હુમલો કર્યો ન હોત. હાલમાં હિંદ મહાસાગરમાં ઈરાનના બે-ત્રણ યુદ્ધજહાજ હોઈ શકે છે, જ્યારે અમેરિકાની સબમરીન પણ પહેલાથી છે, જ્યારે બ્રિટનની ક્રુઝ મિસાઈલ અને ટોરપીડવાલી સબમરીન પણ છે. ભારત પણ પોતાની સુરક્ષા માટે ભારતીય યુદ્ધજહાજોને તહેનાત કરી ચૂક્યું છે, તેથી વધુ ઘર્ષણ થયું તો હિંદ મહાસાગરમાં યુદ્ધ પરિણમી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!