ભારતીય નૌકાદળના કાફલામાં વધુ શક્તિશાળી યુદ્ધજહાજનો સમાવેશ, જાણો વિશેષતા
INS ઉદયગિરિ અને INS હિમગિરિની ખાસિયતો અને ક્ષમતા, જે પાકિસ્તાન અને ચીન પર નજર રાખવા સક્ષમ છે.

ભારતમાં પાણીની કોઈ કમી નથી, જ્યારે દરિયાઈ વિસ્તાર પણ અમાપ છે. એક અંદાજ પ્રમાણે ભારતની આસપાસ હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી પડે છે, આ ત્રણેય મળીને વિશાળ મહાસાગરનું સ્વરુપ ધારણ કરે છે, જે કૂલ દરિયાઈ સીમાના લગભગ 7,516 કિલોમીટર છે, જ્યારે ભારતના 13 રાજ્યને કવર કરે છે. આ દરિયાઈ સીમાની રક્ષા માટે તો ભારતીય નૌકાદળ તહેનાત રહે છે, પરંતુ મહાસાગરના પેટાળમાં દુશ્મનોની હરકતોને જવાબ આપવા માટે યુદ્ધજહાજો અને સબમરીન કાળના માફક કામ પણ કરે છે. મહત્ત્વની વાત એ છે કે ભારતીય નૌકાદળમાં વધુ બે દરિયાઈ સિકંદર યુદ્ધજહાજનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેનું નામ છે આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિ. એકસાથે બંને યુદ્ધજહાજોને નૌકાદળમાં સામેલ કરવાથી શક્તિમાં ઔર વધારો થશે, ત્યારે વાત કરીએ તેની ક્ષમતા-તાકાતની.
દુનિયામાં સબમરીન મામલે ભારતનો આઠમો ક્રમ
સબમરીનના મામલામાં દુનિયામાં ભારતનો આઠમો ક્રમ છે, જ્યારે હવે ભારત પોતે પણ એનું નિર્માણ કરીને મહાસત્તાઓને જવાબ આપ્યો છે. ગ્બોબલ ફાયર પાવરના અહેવાલ અનુસાર ભારતની પાસે કૂલ 18 સબમરીન છે, જેની સંખ્યા પ્રમાણે વિશ્વમાં આઠમા ક્રમે ઈન્ડિયા આવે છે. ભારતની પાસે અત્યારે બે પરમાણુ સબમરીન છે. જોકે, એના સિવાય હવે યુદ્ધજહાજની રીતે નૌકાદળ મજબૂત બન્યું છે. એક આઈએનએસ અરિહંત અને આઈએનએસ અરિઘાત, જે બહુ શક્તિશાળી છે. લાંબા અંતરે પણ ઘાતક હુમલો કરવા સક્ષમ છે. આઈએનએસ અરિહંત કારગિલ દિવસના લોન્ચ કરી હતી.

ઉદયગિરિ અને હિમગિરિની શું છે વિશેષ ખાસિયતો
આઈએનએસ ઉદયગિરિ મઝગાંવ ડોકયાર્ડમાં બનાવી છે, જ્યારે હિમગિરિને કોલકાતા શિપયાર્ડમાં. આ બંને યુદ્ધજહાજને બનાવવા માટે એવી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે, જે રડારમાં પણ આવતી નથી. એનું કૂલ વજન 6,670 ટન છે, જ્યારે લંબાઈ 149 મીટર છે. આ બંને સબમરીનની ઊંચાઈ લગભગ પંદર માળ બરાબર છે, જ્યારે તેની કૂલ સ્પીડ કલાકના બાવન કિલોમીટરની છે. આ બંનેનું નિર્માણ લગભગ 200થી વધુ એમએસએમઈ કંપનીની મદદથી થયું છે, જેનાથી 4,000 લોકોને નોકરી મળી હતી. આઈએનએસ હિમગિરિને જૂની હિમગિરિ પરથી લીધું છે, જ્યારે ઉદયગિરિનું નામ આંધ્ર પ્રદેશની ઉદયગિરિ પર્વતમાળાના નામ પરથી રાખ્યું છે, જે 37 મહિનામાં તૈયાર કરી છે.
ઇંધણ ભર્યા પછી 10,000 કિલોમીટર મુસાફરી કરી શકે
રેન્જની વાત કરીએ તો એક વખત ઇંધણ ભર્યા પછી 10,000 કિલોમીટર દૂર ટ્રાવેલ કરી શકે છે. આ સબમરીન હેલિકોપ્ટર ઓપરેશન માટે સી કિંગ હેલિકોપ્ટર લઈ શકે છે, જે સબમરીનને શોધવા માટે સપાટી પરના જહાજોને શોધવા અને હુમલો કરવા માટે સક્ષમ છે. આ સબમરીન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલવાળા હશે, જે દરિયાઈ અને જમીન પરના બંને લક્ષ્યાંકોને 290 કિલોમીટર દૂરથી હુમલો કરવા સક્ષમ હશે. બહુ નજીક આવનારી મિસાઈલ અને ડ્રોનને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ બંને સબમરીન પાકિસ્તાન અને ચીન પર નજર રાખી શકશે.
ભારત પાસે સ્વદેશી અને વિદેશી મળીને કેટલી સબમરીન છે
એક અંદાજ પ્રમાણે દુનિયામાં 450થી વધુ સબમરીન છે, જે 43 દેશ ઓપરેટ કરે છે, જેમાં મોટાભાગની ડીઝલ-ઈલેક્ટ્રિક પાવર ઓપરેટેડ છે, જ્યારે બહુ ઓછી પરમાણુ-પાવર્ડ આધારિત છે, જેનો ભારતમાં પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભારતે ત્રણ ન્યુક્લિયર સબમરીન બનાવી છે. અન્ય દેશ મળીને ભારતની પાસે કૂલ 17 સબમરીન છે, જેમાં વધારો થશે. ભારતે અનેક સબમરીનના સ્પેરપાર્ટ્સ વિદેશથી ખરીદીને બનાવી છે. ભારતની પાસે સબમરીનની વાત કરીએ તો કલાવરી ક્લાસ સ્કોર્પિયન ક્લાસ પણ કહે છે, જેની છ સબમરીન છે. અન્ય શિશુમાર ક્લાસ (ટાઈપ 209 સબમરીન)ની ચાર સબમરીન છે, જ્યારે ત્રીજી સિંધુઘોષ ક્લાસની છે, જે સાત સબમરીન છે. આ ત્રણેય વર્ગની સબમરીન ડીઝલ-ઈલેક્ટ્રિક છે, જ્યારે રશિયા સાથે બનાવી છે.
