આર્મી જ નહીં, પણ ભારતની ફિલ્મોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી હતી
કાશ્મીરના પહલગામના નરસંહારને કારણે દરેક ભારતીય આઘાતમાં છે, જેને લઈ ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો મૂક્યા છે. એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનના કલાકારો પર પણ પ્રતિબંધ મૂક્યા છે. પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી હવે બંને દેશવાસીઓને અવરજવર કરવાનું મુશ્કેલ રહેશે. ભારતની ત્રણેય પાંખ સજ્જ થઈ ચૂકી છે, જેનાથી પાકિસ્તાન આર્મીની ઊંઘ હરામ કરી છે, પણ ભૂતકાળમાં પણ ભારતીય ફિલ્મોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી હતી એ કઈ ફિલ્મો હતી એની વાત કરીએ.
સલમાન-કેટરિનાની ફિલ્મ પર રોકી મૂકી હતી
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ એક થા ટાઈગરને જોઈને પાકિસ્તાનના હોશ ઉડી ગયા હતા. આ ફિલ્મમાં આઈએસઆઈનો ઉલ્લેખ હતો. પાકિસ્તાન સેન્સર બોર્ડે વિરોધ વ્યક્ત કરીને રો અને આઈએસઆઈના એજન્ટની લવસ્ટોરી પર વિરોધ વ્યક્ત કરીને સલમાન ખાનની ફિલ્મ પર પાકિસ્તાને રોક લગાવી હતી.
બીજા ખાન આમિર ખાનની ફિલ્મ દંગલ પણ બોક્સ ઓફિસ પર લોકપ્રિય રહી હતી. પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ અમુક સીનને કારણે રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2016માં રિલીઝ કરવામાં આવેલી દંગલ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ રહી હતી. આમિર ખાનની ફિલ્મમાં ભારતનો ઝંડો બતાવ્યો હતો અને એની સાથે ફિલ્મના એક ગીતમાં રાષ્ટ્રગીત ગાયું હતું. પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ગીત કાઢવાની મનાઈ કરી હતી, પણ એ સીન નહીં કાઢ્યા પછી એ ફિલ્મ પર બહેન મૂકવામાં આવ્યો હતો.
આલિયા ભટ્ટની ફિલ્મ રાજી 2018માં રિલીઝ કરવામાં આવી હતી. મેઘના ગુલજાર ફેમ ફિલ્મની બોક્સઓફિસ સફળ રહી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે એક ભારતીય જાસૂસનો અભિનય કર્યો હતો, જે લગ્ન પછી પાકિસ્તાનમાં જાય છે. આ ફિલ્મ પર પણ પાકિસ્તાન સેન્સર બોર્ડે કાતર લગાવી દીધી હતી, જેથી પાકિસ્તાનીઓ આ ફિલ્મ જોવાથી વંચિત રહ્યા હતા.
સની દેઓલ અને અમીષા પટેલની જાણીતી ફિલ્મ ગદ્દર પણ હતી. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિભાજન આધારિત હતી. ફિલ્મમાં સની દેઓલ હિન્દુ યુવકનો અભિનયમાં હતો, જ્યારે અમિષા પટેલ પાકિસ્તાની હતી. બંને વચ્ચે પ્રેમ થાય છે, પરંતુ આ ફિલ્મ પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો હતો.
આ ઉપરાંત, સોનમ કપૂર, ધનુષ અને અભય દેઓલની ફિલ્મ રાંઝણાની ગણતરી સુપરહીટ ફિલ્મ પૈકી થાય છે. આ ફિલ્મની સ્ટોરીમાં એક હિંદુ યુવક કુંદન મુસ્લિમ જોયાની ભૂમિકામાં હતા. હિંદુ-પાકિસ્તાનની ભૂમિકાવાળી ફિલ્મ પાકિસ્તાન સેન્સર બોર્ડને પસંદ નહોતી પડી. એના સિવાય નીરજા ફિલ્મ 2016માં રિલીઝ કરવામાં આવી હતી. નીરજા એરહોસ્ટેસની ભૂમિકામાં હતી, જ્યારે ફિલ્મની સ્ટોરી પાકિસ્તાનને પસંદ નહીં પડતા રોક લગાવી હતી. નીરજા સિવાય પેડમેન અને ફેન્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.