July 1, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝમનોરંજનમુંબઈ

Cannes Film Festivalમાં ભારતીય મહિલા ફિલ્મમેકરે રચ્યો ઈતિહાસ, ગ્રાન્ડ પિક્સ એવોર્ડ જીત્યો

Spread the love

ત્રણ દાયકા પછી પહેલી વખત મેલ કેગેટગરીમાં મહિલા ડાયરેક્ટરે પુરસ્કાર જીત્યો
પેરિસઃ Cannes Film Festivalમાં ભારતીય ફિલ્મમેકરે ઈતિહાસ રચ્યો છે. ઓલ વી ઈમેજિન એઝ લાઈટ (‘All we imagine as light)ના શિર્ષક હેઠળની ભારતીય ફિલ્મમેકરની ફિલ્મે ગ્રાન્ડ પિક્સનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. પાયલ કાપડિયાના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મે ત્રણ દાયકામાં પહેલી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મેળવ્યું છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતીય મહિલા ડાયરેક્ટર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મે મેલ કેટેગરીની કોમ્પિટિશનમાં ભાગ લેનારી ફિલ્મ બની હતી. ફિલ્મની ટીમ વતી ડાયરેક્ટર પાયલ કાપડિયા અને અભિનેતા છાયા કદમ, દિવ્યા પ્રભાવ ફિલ્મ મહોત્સવના સમારંભના કાર્યક્રમમાં પુરસ્કાર સ્વીકારતકા ફેસ્ટિવલમાં જોવા મળ્યા હતા.


એવોર્ડ લેતી વખતે પાયલ કાપડિયાએ કહ્યું કે હું થોડી ડરેલી હતી, તેથી મેં કંઈક લખ્યું હતું. અમારી ફિલ્મને અહીં સુધી લાવવા માટે આભાર. મહેરબાની કરીને વધુ એક ભારતીય ફિલ્મ માટે 30 વર્ષ સુધી ઇંતજાર ના કરો. આ ફિલ્મ ત્રણ મહિલાઓની મિત્રતા અંગે છે અને અમુક વખતે મહિલાઓને જ મહિલાઓ સામે ઊભા રાખવામાં આવે છે. સમાજને પણ આ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જે કમનસીબ વાત છે. પણ મારા માટે દોસ્તી બહુ મહત્ત્વપૂર્ણ વાત છે, કારણ કે એનાથી એકબીજા સાથે એકતા અને સહાનુભૂતિ ઊભી કરી શકે છે.
‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ના શિર્ષકવાળી ફિલ્મ સામે 21 અન્ય ફિલ્મ સ્પર્ધામાં હતી. અહીંના ફેસ્ટિવલમાં મહોમ્મદ રસુલોફની ‘ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ’, યોર્ગોસ લૈથિમોસની ‘કાઈન્ડનેસ ઓફ કાઈન્ડનેસ’, સીન બેકરની ‘એનોરા’, ફ્રાન્સીસ ફોર્ડ કોપોલાની ‘મેગાપોલિસ’, જેક્સ ઓડિયાર્ડની ‘એમિલિયા પેરેજ’, ઝિયા ઝાંગની ‘કોટ બાય ધ ટાઈડસ’, ક્રિસ્ટોફ હોનોરની ‘માર્સેલો મિયા’, મિગુઈલ ગોમ્સની ‘ગ્રાન્ડ ટૂર’નો સમાવેશ થાય છે.આ બધી એકથી એક ચઢિયાતી ફિલ્મોને ટક્કર આપીને ભારતીય ફિલ્મે એવોર્ડ જીત્યો છે. છે ને ગૌરવની વાત, લેટસ ચિર્યસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!