February 20, 2026
ટોપ ન્યુઝ

યુએસ-ઈરાનના ઘર્ષણ વચ્ચે અરબ સાગરમાં મુંબઈ કોસ્ટ ગાર્ડે ઈરાની ટેન્કર ઝડપાયા

Spread the love

પાકિસ્તાન સીમામાં લોકેશન છુપાવી ભારતીય દરિયામાં ઈંધણની તસ્કરી કરતા 9 સામે ગુનો દાખલ

ભારતીય કોસ્ટ ગાર્ડે આ મહિનાની શરુઆતમાં મુંબઈના દરિયાકિનારા નજીક ઈરાનસાથે સંકળાયેલા ઈરાનના ત્રણ ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા છે, જે અમેરિકાના પ્રતિબંધના દાયરામાં હતા. આ જહાજમાં એક એમટી ડામર સ્ટાર 20થી 28 જાન્યુઆરીના વચ્ચે પાકિસ્તાનના સરહદી વિસ્તાર (ઈઈઝેડ)માં હાજરી ધરાવતા હતા. વિવાદાસ્પદ વિસ્તારમાં જહાજોએ અગિયાર કલાક સુધી પોતાના એઆઈએસ, વીએચએફ અને તમામ સેન્સર પણ બંધ કર્યા હતા, જેને કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ એક્ટિવિટીઝ માની હતી.

કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ યલો ગેટ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆરમાં જણાવ્યાનુસાર આ ટેન્કર ઇંધણ અને પેટ્રોલિયમની તસ્કરીમાં સામેલ હતા. ચોથી ફેબ્રુઆરીના ઈલેક્ટ્રોનિક સર્વે મારફત ઝંડાવાળા જહાજની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જહાજમાં બનાવટી દસ્તાવેજો મારફત ભારતીય દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે ઇંધણ ટ્રાન્સફર કરતા જોવા મળ્યા હતા.

કોસ્ટ ગાર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર એમટી ડામર સ્ટારે પાકિસ્તાનની દરિયાઈ સીમામાં ઓળખ છુપાવીને શંકાસ્પદ કામગીરી કરી હતી. 28મી જાન્યુઆરીના 11 કલાક સિસ્ટમ બંધ કરી પોતાનું લોકેશન અને ઓળખ પણ છુપાવી હતી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જ્યારે પાંચમી ફેબ્રુઆરીના બે વાગ્યા સુધી જહાજ સંપર્કમાં હતા, ત્યારે જહાજની ટીમે મેંગલોર જવાનો દાવો કર્યો હતો ત્યાર બાદ સર્ચ ઓપરેશનમાં તસ્કરીના પુરાવા મળ્યા હતા.

જહાજના માસ્ટર શ્યામ ચૌહાણના મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારા ખુલાસા જાણવા મળ્યા હતા. વોટસએપ મારફત વિદેશી ઠેકાણા પરના હાજર લોકોના નિર્દેશને આધારે કામગીરી કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્ટાર શિપિંગ મેનેજમેન્ટના કેપ્ટન નવજોત અને કંપનીના માલિક જોગિંદર સિંહ બરારના સંપર્કમાં હતા. નવ લોકો સામે એક્શન લેવામાં આવ્યા છે, જેમાં જહાજ માસ્ટર શ્યામ બહાદુર ચૌહાણ, કેપ્ટન નવજોત, માલિક જોગિંદર સિંહ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.

જહાજે આપેલી પોર્ટ અને ડેસ્ટિનેશન અંગેની આપેલી માહિતી ખોટી હતી અને માલીના બામાકોથી જારી હંગામી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કર્યો હતો. ચોથી ફેબ્રુઆરીના અરબ સાગરમાં આ જહાજોએ વિના પરવાનગી ભારત સરકારને જાણ કર્યા વિના 30 મેટ્રિક ટન હેવી ઓઈલ અને 5473 મેટ્રિક ટન બીટુમેન ગેરકાયદે ટ્રાન્સફર કર્યું હતું. ઉપરાંત અલ જાફજાયિાએ ગુજરાતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ઘૂસવા માટે બનાવટી દસ્તાવેજોની મદદ લીધી હતી.

શંકાસ્પદ ગતિવિધિ: એમટી ડામર સ્ટાર નામના જહાજે પાકિસ્તાની દરિયાઈ સીમા (EEZ)માં 11 કલાક સુધી AIS અને સેન્સર બંધ રાખી પોતાની ઓળખ છુપાવી હતી.

ગેરકાયદે ટ્રાન્સફર: ભારત સરકારની પરવાનગી વગર 30 મેટ્રિક ટન હેવી ઓઈલ અને 5,473 મેટ્રિક ટન બીટુમેનનું ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવ્યું.

બનાવટી દસ્તાવેજો: જહાજોએ ભારતીય સીમામાં પ્રવેશવા અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ઘૂસવા માટે માલીના બામાકોના નકલી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કર્યો હતો.

વોટ્સએપ કનેક્શન: જહાજના માસ્ટર શ્યામ ચૌહાણના ફોનમાંથી વિદેશી હેન્ડલર્સ અને માલિક જોગિંદર સિંહ બરાર સાથેની શંકાસ્પદ ચેટ મળી આવી છે.

કાયદાકીય કાર્યવાહી: મુંબઈના યલો ગેટ પોલીસ સ્ટેશનમાં જહાજના માસ્ટર અને માલિક સહિત કુલ 9 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!