July 1, 2025
ટોપ ન્યુઝ

પહલગામના આતંકવાદી હુમલા પછી જવાબ આપવા ભારતીય સેના તૈયાર?

Spread the love

પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાન પર વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે. ભારતના મિસાઈલ પરીક્ષણ, અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ અને જંગી જહાજોની તહેનાતીથી પાકિસ્તાનની ઊંઘ હરામ તો પહેલાથી થઈ ગઈ છે. પાકિસ્તાન એટલે સુધી હરકતમાં આવી ગયું છે કે નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. પાકિસ્તાનની આર્મી પર નેતાઓની પકડ નથી, પરંતુ પાકિસ્તાની નેતાઓ અને રાજકીય લીડર્સ આડેધડ નિવેદનો કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ તો વર્ષોથી વકરેલી
હવે પાકિસ્તાનના રશિયન રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ભારત પરમાણુ હુમલાની પણ ધમકી આપી છે. એના પહેલા રેલવે મંત્રીએ પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યા છે. યુદ્ધ પહેલા પાકિસ્તાનના નેતાઓ દર બીજા દિવસે નિવેદનો આપી રહ્યા છે. ચોંકાવનારી એ વાત છે કે પાકિસ્તાનની પાસે યુદ્ધમાં લડવા માટે ચાર દિવસ ચાલે એટલો પુરવઠો નથી. પૈસા કમાવવા માટે યુક્રેનને હથિયારો વેચ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાનની જમીની હકીકત એ છે કે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ તો વર્ષોથી વકરેલી છે.

દસ દિવસથી પાકિસ્તાન એલઓસી પર કરે છે ફાયરિંગ પણ
ભૂખમરો વકર્યા પછી પાકિસ્તાનીને ચોરી-છૂપે હથિયારો વેચ્યા હતા. જોકે, એના 80 ટકા પૈસા સેનાએ લઈ લીધા હતા. પાકિસ્તાને 2023માં 42,000 રોકેટ, 60,000 હોવિત્ઝર તોપના ગોળા અને 1.30 લાખ એમએમ રોકેટ યુક્રેનને વેચ્યા હતા. પાકિસ્તાનની ખૂદની પાસે હથિયારો રહ્યા નથી. પાકિસ્તાન એટલું ડર્યું છે કે દસ દિવસથી એલઓસી (લાઈન ઓફ કંટ્રોલ) પર ફાયરિંગ કરે રાખે છે, જે પાકિસ્તાનમાં ડર હોવાનું જોવા મળી રહ્યું છે. પણ ભારતનો એક જ વાર એવો હશે, જેનાથી પાકિસ્તાનને બેઠા થતા દાયકાઓ લાગી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પાકિસ્તાનની ઔકાત બતાવવા ભારત રોજ કરે છે નવી નવી કાર્યવાહી
સામે પક્ષે ભારત પણ પાકિસ્તાન પર નિર્ણાયક પ્રહાર કરવાની તૈયારીમાં છે. અરબ સાગરમાં ભારત નિરંતર તૈયારી કરી રહ્યું છે. મિસાઈલ પરીક્ષણને કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ છે. અરબ સાગરમાં ભારતે એન્ટિ શિપ અને એન્ટિ મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું છે. એટલું જ નહીં, ભારતે જંગી જહાજો પણ તૈયાર કર્યા છે, જ્યારે ભારતના ગણતરી કરી શકાય એવા નિર્ણયમાં વિઝામાં રોક, વેપારમાં રોક સહિત સિંધુ જળ સમજૂતીને પણ રોકી છે. ઉપરાંત, ભારતે ડિજિટલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની નાપાક હરકતોથી દુનિયામાં ખુલ્લુ પડી રહ્યું છે.

ભારત રવિવારે કરી રશિયા સાથે 250 કરોડની સ્પેશિયલ ડીલ

ભારતના પક્ષે આઈએનએસ સુરતને 24 એપ્રિલના અરબ સાગરમાં એક પરીક્ષણ અભ્યાસ વખતે મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય એર ફોર્સે પણ એડવાન્સ ઈગ્લા એસ એર ડિફાઈન્સ મિસાઈલ પણ મળી છે, જેનાથી એરફોર્સ વધુ મજબૂત બન્યુ છે. આ મિસાઈલને ફોરફ્રન્ટ પર તહેનાત કરી શકાય છે, જેથી દુશ્મનના લડાકુ વિમાન, ડ્રોન અને એટેક હેલિકોપ્ટરને ટાર્ગેટ કરી શકાય છે. આ મિસાઈલની સપ્લાય માટે 250 કરોડ રુપિયાની સ્પેશિયલ ડિલ રશિયા સાથે કરી છે. હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે મુલાકાત કર્યા પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે છૂટ આપી હતી.

આ પણ વાંચો
પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનને ‘બેનકાબ’ કર્યું એનઆઈએએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!