Grammy Awards: ભારતીય અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડનને મળ્યો ગ્રેમી એવોર્ડ, જાણો કોણ છે?
લોસ એન્જલસઃ ઈન્ટરનેશનલ મ્યુઝિકની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ ગ્રેમીની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. 67મા ગ્રેમી એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી ત્યારે ભારતીય મૂળના ચંદ્રિકા ટંડનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ભારત મૂળના સિંગર ચંદ્રિકા ટંડનએ પોતાના મ્યુઝિકલ આલ્બમ ‘ત્રિવેણી’ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિએન્ટ યા ચેન્ટ આલ્મબની કેટેગરીમાં પહેલી વખત એવોર્ડ જીત્યો છે. ચંદ્રિકા ટંડને પહેલી વખત ગ્રેમી એવોર્ડ જીત્યાં છે. દક્ષિણ આફ્રિકન બાંસુરીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોતોની સાથે ચંદ્રિકાએ એવોર્ડ જીત્યો છે. ભારત કનેક્શન સાથે તેમની બીજી મોટી ઓળખ આપીએ તો તેઓ પૂર્વ પેપ્સિકો સીઈઓ ઈન્દ્રા નૂયીનાં મોટા બહેન છે.
ઈન્ડિયન આઉટફીટમાં ચંદ્રિકા ટંડને લોકોનું દિલ જીત્યું
બીજી ફેબ્રુઆરીના લોસ એન્જલસના ક્રિપ્ટો ડોટ કોમ એરિનામાં ગ્રેમી એવોર્ડનું આયોજન કર્યું હતું. ચંદ્રિકા ટંડન લોસ એન્જલસ ખાતે આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળ્યા હતા. જોકે, ઈન્ડિયન આઉટફીટ ચંદ્રિકા ટંડને લોકોનું દિલ જીત્યું હતું. ભારત મૂળના અન્ય કલાકારોએ અન્ય કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું.
એવોર્ડ જીત્યા પછી ખુશી વ્યક્ત કરી મ્યુઝિશિયને
મૂળ તમિલ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રિકાનો જન્મ થયો હતો, બીજા ગુજરાત કનેક્શનની વાત કરીએ તો અમદાવાદના આઈઆઈએમએમમાંથી ભણ્યા છે. બેંકમાં નોકરી કર્યા પછી ન્યૂ યોર્કમાં પણ નોકરી કરી હતી. માતા સિંગર હોવાને નામે તેમનો વારસો ચંદ્રિકાએ જાળવી રાખ્યો. ચેન્નઈમાં જન્મેલા ચંદ્રિકા ટંડને એવોર્ડ જીત્યા પછી ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ એવોર્ડ જીતવાનું મારા માટે મોટી સિદ્ધિ છે અને અદભુત અહેસાસ છે. મારી સાથે અન્ય શ્રેષ્ઠ મ્યુઝિશિયનને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા, પણ અમે આ એવોર્ડ જીત્યા એ બાબત અમારા માટે યાદગાર રહેશે.
ભારતીય મૂળના લોકો પણ નોમિનેટની રેસમાં હતા
બેસ્ટ ન્યૂ એજ, એમ્બિએટ યા ચેંટ આલ્બમ શ્રેણીમાં, રિકી કેજની બ્રેક ઓફ ડોન, રયુચી સકામોટાની ઓપસ, અનુષ્કા શંકરની ચેપ્ટર-ટૂ હાઉ ડાર્ક ઈંટ ઈઝ બિફોર ડોન અને રાધિકા વેકરિયાની વોરિયર્સ ઓફ લાઈટને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ બધાને પાછળ રાખીને ચંદ્રિકા ટંડને ત્રિવેણી માટે એવોર્ડ જીત્યો છે.
કેન્યે વેસ્ટની પત્ની બિઆન્કાએ વિવાદ ઊભો કર્યો
ગ્રેમી એવોર્ડમાં રેપર સિંગર કેન્યે વેસ્ટની પત્ની અને મોડલ બિઆન્કા સેનસારીએ કપડા વિના કાર્પેટ પર પહોંચી ત્યારે વિવાદ થયો હતો. કપડા વિના પહોંચેલી બિઆન્કાને ગાર્ડે બહારનો રસ્તો બતાવ્યો હતો.