પેરિસ ઓલિમ્પિકમાં ભારત છ મેડલ જીત્યું પણ અફસોસ 71માં ક્રમનો…
પેરિસ ઓલિમ્પિકમાં ભારત છ મેડલ જીત્યું, પણ નંબર ટોપ ટેન ટોપ ફિફ્ટીમાં સ્થાન મળ્યું નથી. એ ચોંકાવનારી વાત છે. ટચુકડા દેશો પણ એકાદ ગોલ્ડ યા સિલ્વર લઈને યાદીમાં સ્થાન મળે છે ત્યારે ભારત 125 વર્ષ પછી પણ ભારત વિકસિત દેશોની સાથે કદમ મિલાવી શકતું નથી એ અફસોસની વાત છે. ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં હોકીમાં જ સૌથી વધુ મેડલ જીત્યું છે. હોકીમાં ભારતને આઠ ગોલ્ડ અને એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ મળ્યા છે. એના પછી ભારતને ઓલિમ્પિકમાં સૌથી વધુ આઠ મેડલ કુશ્તીમાં મળ્યા છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને છ મેડલ મળ્યા છે, પરંતુ ભારતનું એકંદરે પ્રદર્શન નિરાશાજનક રહ્યું. મોટા ભાગની ગેમમાં ભારત એકાદ પોઈન્ટને કારણે મેડલથી વંચિત રહ્યો. આ વખતનું પ્રદર્શન કહેવાય છે કે 2016ના ઓલિમ્પિક કરતા પણ ખરાબ રહ્યું. આ વર્ષે ભારતે 116 ખેલાડીને ઓલિમ્પિકમાં મોકલ્યા હતા, પરંતુ મેડલ છ અંકે કર્યાં. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પોઈન્ટ ટેબલમાં 71 ક્રમ રહ્યો છે. ઓલિમ્પિકમાં 24 વર્ષ પછી ભારત 70મા ક્રમથી પણ નીચે રહ્યું છે.
આ અગાઉ 2000ના સિડની ઓલિમ્પિક અને 1996 એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતનો 71મો ક્રમ રહ્યો હતો, જ્યારે 2016માં રિયોમાં 67 અને 2004માં એથેન્સમાં 65 રેન્ક રહ્યો હતો. અત્યાર સુધીમાં ભારતને ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 10 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ મળીને કૂલ 41 મેડલ મળ્યા છે.
સૌથી મોટી વાત એ છે કે ભારતે સૌથી પહેલી વખત 1900 પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને એ વખતે બે મેડલ જીત્યા હતા અને 17મા ક્રમે હતું. 1904 સેન્ટ લુઈસ અને 1908માં લંડન અને 1912 સ્ટોકહોમ ઓલિમ્પિકમાં ભારતે ભાગ લીધો નહોતો. 1920 એન્ટવર્પ ઓલિમ્પિક અને 1924 પેરિસ ઓલિમ્પિકમાં ભારતને કોઈ મેડલ મળ્યો નહોતો. એના પછી 1928 એમ્સ્ટરડમ ઓલિમ્પિકમાં ભારતને એક મેડલ મળ્યો હતો. એના પછી 1931, 1936, 1948, 1952 (2 મેડલ), 1956, 1960, 1964, 1968, 1972, 1980માં એક-એક મેડલ મળ્યા હતા. એના સિવાય 1976, 1988 અને 1992માં કોઈ મેડલ મળ્યો નહોતો.
2008માં બીજિંગની ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ સહિત ત્રણ મેડલ મેડલ મળ્યા હતા. એ વખતે ભારતનો રેન્ક પચાસમો રહ્યો હતો. 2012માં ભારતે છ મેડલ જીત્યા અને પંચાવનમાં ક્રમે રહ્યું હતું. 2020માં 48મા ક્રમે રહ્યું હતું. આમ છતાં આ વખતે ભારતે છ મેડલ જીત્યા અને 450 કરોડથી વધુ ખર્ચ્યા પછી પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેમાં વધુ મહેનતની જરુર છે.
ભારતને બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, કુસ્તી સહિત અન્ય રમતમાં એક-એક પોઈન્ટ માટે હારનો સામનો કરવો પડયો છે, જ્યારે શૂટિંગ, એથ્લેટિક્સ, કુશ્તી અને હોકીમાં મેડલ જીત્યા છે.