June 30, 2025
રમત ગમત

આજે ભારત-પાકિસ્તાનની મેચ, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જેટલી રોમાંચક રહેવાની અપેક્ષા

Spread the love

શનિવારે વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને 39 રનમાં ઓલઆઉટ
ન્યૂ યોર્કઃ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપના શુભારંભ સાથે જે મેચની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના સુકાની બાબર આઝમ વચ્ચે મોટી ટક્કર રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઈન્ડિયા 7-1થી જીતેલું છે, જ્યારે આજની મેચ વર્લ્ડકપમાં રમાનારી ફાઈનલ મેચના માફક રોમાંચિત રહી શકે છે. દુનિયાના દેશોની આજની મેચ પર રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ટૂર્નામેન્ટની અઢારમી મેચ હશે. 2022માં વિરાટ કોહલી પાકિસ્તાન સામે શાનદાર રમત રમ્યો હતો, તેથી સૌની નજર વિરાટ કોહલી સામે રહેશે. વિરાટ કોહલી અંગે રોહિત શર્માએ કહ્યું હતું કે વિરાટ કોહલીની સાથે તમામ પ્લેયર શાનદાર પ્રદર્શન કરે એવી અપેક્ષા છે. વિરાટ કોહલીની સાથે અન્ય પ્લેયર પણ પોતાની જવાબદારીપૂર્ણ રમત રમવાનો પ્રયાસ કરશે. આ અગાઉ આર્યલેન્ડ સામે ભારતે પહેલી જીત નોંધાવીને ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે આગેકૂચ જારી રાખી તો નવાઈ નહીં.
yuganda allout 39 run

ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 17 વર્ષ પછી હરાવીને નવી સિદ્ધિ નોંધાવી હતી, જેમાં ડેવિડ વોર્નરે 244ના સ્ટ્રાઈક રેટથી ઓસ્ટ્રેલિયાને જીતાડવામાં મદદ કરી હતી. ઉપરાંત, દક્ષિણ આફ્રિકાને ડૂબતું બચાવવામાં ડેવિડ મિલરે રેકોર્ડ બ્રેક ઈનિંગ રમીને નેધરલેન્ડને હરાવ્યું હતું. સૌથી રસપ્રદ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડાની રહી હતી.
વર્લ્ડ કપની 18મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડા વચ્ચે રમાઈ હતી. 20 ઓવરમાંથી યુગાન્ડા 12 ઓવર રમી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના ઘાતક બોલર્સની સામે યુગાન્ડાની ટીમ 12 ઓવરમાં 39 રને ઓલાઉટ થયું હતું. ટવેન્ટી-20 વર્લ્ડ કપનો સૌથી લોએસ્ટ સ્કોર બનાવનારી ટીમમાં યુગાન્ડાનું નામ આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈને સૌથી વધુ વિકેટ (પાંચ વિકેટ) લઈને ટીમના નામે રેકોર્ડ નોંધાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટ 173 રન બનાવ્યા હતા, પરંતુ યુગાન્ડાની આખી ટીમ 39 રને આઉટ થતા 134 રનથી હાર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝવતીથી ટીમ માટે જોન્સન ચાર્લ્સે 42 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે 44 રન બનાવ્યા હતા. ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પહેલી બેટિંગ લીધી હતી અને એના પછી બોલર તૂટી પડ્યા હતા. યુગાન્ડા સાથે જીતીને વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપની બીજી જીત થઈ છે. આ અગાઉ વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમ શ્રીલંકા સામે 39 રને ઓલઆઉટ થઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝવતીથી પાંચ વિકેટ અકીલ હુસૈન, અલ્જારી જોસેફને બે વિકેટ, રોમારિયો શેફર્ડ, આંદ્ર રસેલ અને ગુડાકેશ મોતીને એક-એક વિકેટ મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!