March 9, 2026
ટોપ ન્યુઝરમત ગમત

T20 વર્લ્ડકપ ફાઈનલ: ભારત કે ન્યૂઝીલેન્ડ, જે જીતશે તે રચશે નવો ઈતિહાસ

Spread the love


ટવેન્ટી-20 વર્લ્ડકપ 2026ની મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર અમદાવાદમાં થશે. જો આજની મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરે તો એક નવો રેકોર્ડ કરી શકે, જ્યારે ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનશે. એટલું જ નહીં, ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતનારી પણ પહેલી ટીમ બની શકે છે, જ્યારે ડિફેન્ડ કરનારી પણ પહેલી ટીમ બનવાની તક છે. સતત બે વખત ટ્રોફી જીતવાની કોઈ ટીમે રેકોર્ડ બનાવ્યો નથી.

દુનિયાના સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ પ્રવાસીઓને તો અપેક્ષા હશે કે બેસ્ટ મેચ જોવા મળે અને ટીમ ઈન્ડિયા ફરી એક વાર ચેમ્પિયન બને. બીજી બાજુ ન્યૂઝીલેન્ડ જો આજની મેચ જીતે તો પહેલી વખત ટવેન્ટી-20 વર્લ્ડકપ જીતવાનો પણ રેકોર્ડ બનાવશે. તમને એ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ટવેન્ટી-20 વર્લડ કપમાં અત્યાર સુધી છ દેશમાં સફળ થયા છે. ન્યૂઝીલેન્ડ જો જીતી તો સાતમી ટીમ બની શકે છે.

ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટૂર્નામેન્ટમાં ઘણું સારું પ્રદર્શન રહ્યું છે. 2023 પછી ભારતીય ટીમ ચાર વખત આઈસીસીની ફાઈનલમાં પહોંચ્યું હતું, જેમાંથી બે વખત ટ્રોફી મેળવી હતી, જ્યારે બે વખત હાર્યું હતું. આજની મેચમાં એક કરતા અનેક ઈતિહાસનું નિર્માણ કરશે. આજે અમદાવાદમાં રમાનારી ટવેન્ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની પાસે નવો ઈતિહાસ બનાવવાની તક છે જો જીતી તો ત્રણ વખત જીતવાનો રેકોર્ડ કર્યો છે.

બીજી બાજુ ન્યૂઝીલેન્ડનો પણ ભારતની સામે મજબૂત રેકોર્ડ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં જેટલી ટ્રોફી જીતી છે, તેમાંથી ભારતીય ટીમને બે વખત બરાવી છે, જેનાથી તમે એટલું તારણ કાઢી શકો કે ભારતીય ટીમ માટે જીતવાનું એટલું સરળ નથી. 2000માં ન્યૂઝીલેન્ડે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું, એના પછી 2021માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પ્યિનશિપની ફાઈનલમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું, પણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને હારનો બદલો લીધો હતો હવે આજની સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ફાઈનલ મેચ જીતવાનો ભારતને તક છે.

આઈસીસી તરફથી વર્લ્ડ કપ જીતનારી ટીમને ત્રણ મિલિયન ડોલર એટલે 27.5 કરોડ રુપિયા મળશે, જેનાથી જીતનારી ટીમ માલામાલ થશે, જ્યારે રનર અપ ટીમ 1.6 મિલિયન ડોલર એટલે 14.65 કરોડ રુપિયા મળશે. એના સિવાય ગ્રુપ સ્ટેજમાં જીતનારી ટીમને પણ અમુક રકમ મળશે, જ્યારે અન્ય તમામ ટીમને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ફીની રકમ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!