IND VS BAN: બાંગ્લાદેશ સામેની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, મળ્યું આ દિગ્ગજ ખેલાડીને સ્થાન…
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા શનિવારે બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ મેચની T-20 સીરીઝ માટે ભારતની 15 સભ્યોની ટીમનું જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ સીરીઝ બાદ ભારત ગ્વાલિયર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ T-20 મેચ રમશે. આ જાહેરાત સાથે જ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા T-20 વર્લ્ડકપ ચેમ્પિયન જીતનારી ઈન્ડિયન ટીમનો એક હિસ્સો હતો. શ્રીલંકા સામેની T-20 સીરીઝમાં હાર્દિકને આરામ આપવામાં આવ્યો હતો. ટવેન્ટી-20 સિરીઝમાં નવોદિતને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે સિનિયર ક્રિકેટરોને રેસ્ટ રહેશે.
ઈશાન કિશનને ફરી એકવાર ડ્રોપ
જોકે, આ વખતની જાહેર કરવામાં આવેલી ટીમમાં ઈશાન કિશનને એકવાર ફરી ડ્રોપ કરવામાં આવ્યો છે, જ્યારે રિષભ પંતને બાંગ્લાદેશ સામેની આ T-20 સીરીઝ માટે રેસ્ટ આપવામાં આવ્યો છે. હાલમાં જ રિષભ પંતે ભારત માટે ત્રણેય ફોર્ટમાં લાંબા સમય બાદ કમબેક કર્યું હતું. ગંભીર અકસ્માત બાદ રિષભ લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. પરંતુ કમબેક કરીને જ રિષભે પોતાની ગેમથી તરખાટ મચાવી દીધો હતો.
બે વિકેટ કિપરની અજમાઈશ
બાંગ્લાદેશ સામે રમાનારી T-20 સીરીઝ માટે સંજૂ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર અને બેટ્સમેન તરીકે મેદાન પર ઉતારવામાં આવશે. ફાસ્ટ બોલર મયંક યાદવને પણ પહેલી જ વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્પિનર વરૂણ ચક્રવર્તી આશરે ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થયો છે. જોકે, આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયા સ્ટાર પ્લેયર કુલદીપ યાદવની આગામી સીરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
આવી હશે બાંગ્લાદેશ સામેની 3 T-20 મેચ માટેની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.