ભારતીયો હવે રશિયન વોડકાના બન્યા દિવાનાઃ 2025માં 520 ટનની નિકાસ થઈ
અમેરિકાના પ્રતિબંધો અને ટેરિફ છતાં રશિયાથી ભારત આવતા દારૂના જથ્થામાં રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો શું છે નવા આંકડા
રશિયા-યુક્રેન વોરને કારણે દુનિયાના દેશો પરેશાન છે. યુરોપ સહિત અમેરિકાએ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યા છે. આ પ્રયાસમાં હવે અહંકારનો ઉમેરો થયો છે, તેથી અમેરિકા સહિત સાથી રાષ્ટ્રો રશિયાને યુદ્ધનો અંત લાવવાની કોશિશ કરે છે. પણ ભારતને ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભીંસમાં લીધું છે. ભારત પર તો 25 ટકાને બદલે પચાસ ટકા ટેરિફ લાદ્યો છે, પરંતુ ભારત રશિયાના સંબંધોમાં અવરોધ આવ્યો નથી.
પચાસ ટકા ટેરિફની અસર ભારતીય ઉદ્યોગો અને વેપાર પર પડી છે પણ ભારત ટસનું મસ થયું નથી. ઓઈલની સાથે લીકરની નિકાસમાં પણ ભારતે રેકોર્ડ કરી નાખ્યો છે. વ્હિસ્કી-વોડકાની નિકાસ પણ રેકોર્ડ બ્રેક કરીને ચોક્કસ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે દુનિયાને રશિયા સાથેની મૈત્રીનો સંદેશ આપ્યો છે.
ફ્રેન્ડલી રિલેશનની વિગતે વાત કરીએ તો ભારતના પ્રવાસે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીની નીતિથી પણ દુનિયાને વાકેફ કર્યાં હતા. બંને દેશ વચ્ચેના વેપાર નવા ઈતિહાસનું નિર્માણ કરી રહ્યા છે, જેમાં 10 મહિનામાં ભારતમાં 520 ટન વ્હિસ્કી, જિન, વોડકા અને અન્ય લિકર પ્રોડક્ટ આવી છે, જે અગાઉના વર્ષની તુલનામાં ચાર ગણો વધારો થયો છે જાણીએ કઈ રીતે?
મીડિયાના અહેવાલ અનુસાર આ વર્ષના પહેલા 10 મહિનામાં ભારતની રશિયન સ્પિરિટની નિકાસમાં ગયા વર્ષની તુલનામાં ચાર ગણો વધારો થયો છે, જેનાથી રશિયન નિકાસકારોમાં ભારત મોખરાનું માર્કેટ બન્યું છે. રશિયન એગ્રીકલ્યચર મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ભારત વોડકા અને અન્ય માદક પીણા માટે રશિયન નિકાસકારો માટે મહત્ત્વનું માર્કેટ તરીકે ઊભરી રહ્યું છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે ગયા વર્ષે પહેલા દસ મહિનામાં રશિયન સ્પિરિટ મેન્યુફેકર્સે ભારતમાં લગભગ 520 ટન સ્પિરિટ (વોડકા, જિન, વ્હિસ્કી અને લીકર સહિત)ની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય 9,00,000 અમેરિકન ડોલર હતું, જે વર્ષ પૂર્વેની તુલનાના સમયગાળા કરતા ચાર ગણું વધારે છે. એગ્રોએક્સપર્ટનો દાવો છે કે નિકાસનું મુખ્ય પરિબળ વોડકા હતું. મોનિટરી રીતે 10 મહિનામાં એની નિકાસનું મૂલ્ય લગભગ 7,60,000 અમેરિકન ડોલર હતું.
ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં રશિયા લીકરના સૌથી મોટા આયાતકારોમાં ભારતનું સ્થાન ફક્ત 14મું હતું, જ્યારે ટનના હિસાબની ભાગીદારી 1.3 ટકા અને આવકના હિસાબથી 1.4 -1.5 ટકા હતી, પરંતુ રશિયાની નિકાસ વૃદ્ધિ સૌથી વધુ રહી હતી. રશિયન લીકરના અન્ય મુખ્ય આયાતકારોમાં કઝાકિસ્તાન, જોર્જિયા, ચીન, અજરબૈજાન, આર્મેનિયા અને બેલારુસનો સમાવેશ થાય છે. ભારત સરકાર ક્રૂડ ઓઈલની સૌથી મોટી ખરીદી રશિયાથી કરે છે, પરંતુ પીવાના મામલામાં ભારતીયો રશિયન લીકરના શોખીન હોવાનું કહી શકાય.
