ભારત-ઈઝરાયલ સંબંધો: સાત દાયકાની સફર પણ સમીકરણો કેમ બદલાયા?
૧૯૫૦ની ઔપચારિકતાથી લઈને ૨૦૨૪ની અતૂટ દોસ્તી અને સંરક્ષણ ભાગીદારી સુધીનો સંપૂર્ણ ઈતિહાસ
સાતમી ઓક્ટોબર, 2023ની સવાર. હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો અને થોડા કલાકમાં જ દુનિયામાંથી સૌથી પહેલું ભારતનું નિવેદન આવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ સાથે હોવાનો મેસેજ આપ્યો હતો એના પછી ફોન પર વાત કરી. બીજી બાજુ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આતંકવાદની વિરોધમાં ભારત ઈઝરાયલની સાથે છે. આ નવા સંબંધોની શરુઆત હતી, જેમાં પહેલી વખત ભારતે ઈઝરાલયને જાહેરમાં સમર્થન આપ્યું હતું, પણ બંને દેશના સંબંધોની શરુઆત તો સાત દાયકા પહેલા થઈ હતી.
ભૂતકાળના સંબંધો પણ ગંભીર સવાલ
ભારત-ઈઝરાયલ વચ્ચેના સંબંધો તો 17 સપ્ટેમ્બર, 1950થી થયો હતો, જ્યારે ભારતે ઈઝરાયલને માન્યતા આપી હતી અને બંને દેશના દૂતાવાસ ખોલવામાં આવ્યા હતા. જોકે, એના પછી બંને દેશ વચ્ચેના સંબંધો જાહેરમાં જોવા મળ્યા નહીં. ભારતને આઝાદી મળ્યા પછી વિદેશ નીતિ પર પણ અનેક સવાલો ઊભા થયા હતા, પરંતુ જાહેરમાં તો એક હોવાનું લાગ્યું નહીં.
અરાફત વિદ્રોહીના સમર્થનમાં હતા
ભૂતકાળમાં ઈઝરાયલના કિસ્સામાં ભારતની આંતરિક બાબતોમાં ઈસ્લામિક રાષ્ટ્રોએ ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના ભાગલાના પ્રસ્તાવ વિરોધમાં મતદાન કર્યું હતું અને એના પછી પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ)ને માન્યતા આપી હતી. યાસર અરાફત દિલ્હી આવતા અને સરકાર સાથે સંબંધોમાં ઉષ્માભર્યા હોવાની તસવીર ઊભરી રહી હતી, ત્યારે પીએલઓ સાથે સંકળાયેલા આતંકવાદીઓ દુનિયામાં ઈઝરાયલના નાગરિકોની હત્યા કરતા. અરાફત ખુદ સશસ્ત્ર વિદ્રોહીઓના સમર્થક હતા, પરંતુ ભારત તો અંહિસક વલણ અપનાવીને દોસ્તીના સંબંધોનો રાગ ગાતું રહેતું અને એનો મેસેજ એક હતો કે ભારતને ઓઈલની જરુરિયાત હતી તથા આરબ રાષ્ટ્રોની સાથે મજબૂત સંબંધો જાળવવાની સાથે રોજગારીની હતી, જેથી ઈઝરાયલ સાથેના સંબંધોમાં અંતર રાખવામાં આવ્યું હતું.
મુશ્કેલી એ હતી કે કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન મળ્યું નહીં
1950થી 80ના દાયકા સુધી ભારતને ફટકા પડતા રહ્યા. કાશ્મીરનો સવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉઠતો ગયો. પાકિસ્તાન નિરંતર ભારત વિરોધી માનસિકતા અને આતંકવાદને પોષતું રહ્યું. ઈસ્લામિક સહયોગ સંગઠન એટલે ઓર્ગેનાઈઝેશનની પાકિસ્તાનમાં વધુ પક્કડ જોવા મળી. દુનિયામાં બીજા નંબરની સૌથી વધુ મુસ્લિમ વસ્તી હોવા છતાં ભારતને સ્થાન મળ્યું નહીં એાથી વિપરીત આરબ દેશોએ ભારત વિરોધ મોરચો ખોલ્યો નહીં પણ પાકિસ્તાનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું. એવું પણ કહેવાતું ભારતે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું, પરંતુ તેના બદલામાં કાશ્મીર મુદ્દે ભારતને કોઈ સમર્થન મળ્યું નહીં.
1992માં ભારત-ઈઝરાયલના સંબંધોમાં નવો અધ્યાય લખાયો
1962માં ચીન અને 1965 અને 1971માં પાકિસ્તાન સાથે ભારતે યુદ્ધ કર્યું અને ત્રણેય વખત ઈઝરાયલ ભારતને ચૂપચાપ મદદ કરતું રહ્યું. આ ત્રણેય યુદ્ધમાં ઈઝરાયલે ભારતને હથિયાર આપવાની સાથે અન્ય મદદ કરીને ભારતનો વિશ્વાસ જીત્યો. એકતરફી વિશ્વાસ જીત્યા પછી 1980ના દાયકામાં પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદ વકર્યો. આ સંજોગોમાં ભારતને આધુનિક હથિયાર અને ટેક્નિકની જરુરિયાત હતી, પણ જો એ મદદ મળી હોત ભારત વધુ મજબૂત બન્યું હોત. પણ 1992માં દરવાજા ખૂલ્યા શીતયુદ્ધ ખતમ થયું અને સોવિયત સંઘ તૂટ્યું.
હવે દુનિયા બે ભાગમાં વહેંચાયું હતું. ભારતે રશિયા સાથે સંબંધો સુધાર્યા અને 1992માં બંને દેશની વચ્ચે વ્યૂહાત્મક સંબંધોની શરુઆત થઈ અને બંને દેશની વચ્ચે સંરક્ષણ સમજૂતી કરી. વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સહયોગ શરુ થયો, જેમાં ઈઝરાયલ માહેર હતું. 1999માં કારગિલ યુદ્ધ વખતે પણ મદદ કરવાની ઈઝરાયલે ઓપન ઓફર આપી હતી અને ઈઝરાયલની ડ્રોન અને લેઝર ગાઈડેડ સિસ્ટમ કામમાં આવી હતી.
1950થી 1992નો સમયગાળાના સંબંધો ફક્ત ઔપચારિક રહ્યા
1992 પછીના 2017નો દોર આવ્યો, ત્યાં સુધી સંબંધો વધુ ગાઢ બન્યા હતા. 2017માં પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલ ગયા હતા. પીએમ મોદી અને ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતાન્યાહુ દરિયા કિનારે ટહેલતા જોવા મળ્યા હતા. ઐતિહાસિક સમજૂતી કરવામાં આવ્યા પછી સંરક્ષણ, સાઈબર સિક્યોરિટી, કૃષિ, વોટર મેનેજમેન્ટ ટેકનોલોજી ક્ષેત્રે સમજૂતી કરવામાં આવી હતી, જ્યારે ભારતે પેલેસ્ટાઈનને સમર્થન આપવાનું પણ ચાલુ રાખ્યું હતું.
ઓક્ટોબર, 2023માં એક ફોન કોલ કોઈ ઔપચારિકતા નહોતી. ચાર દાયકાની દૂરી અને ત્રણ દાયકાની નજીદીકીનું પરિણામ હતું. આજે ભારત-ઈઝરાયલથી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લઈને આવ્યા હતા. જોઈન્ટ રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. ગુપ્તચર ક્ષેત્રે મદદ કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ ભારતને એશિયાનું સૌથી મહત્ત્વનું પાર્ટનર માને છે. ભારત ઈઝરાયલનું સૌથી મોટું સંરક્ષણ ખરીદદાર છે. 2020થી 2024 વચ્ચે ઈઝરાયલની ડિફેન્સ એક્સપોર્ટ 34 ટકા ભારતનો છે. ટૂંકમાં, 1950થી 1992 સુધી ભારતના જે કોઈ નિર્ણય લેવામાં આવ્યા એ કદાચ ભારતના હિતમાં નહોતા. 42 વર્ષ ઐતિહાસિક વિરામના હતા, પરંતુ 2017થી 2023નો સમયગાળો દોસ્તીનો દૌર ચાલુ થયો એટલું નક્કી. ઈઝરાયલ પહોંચેલા નરેન્દ્ર મોદીનું ઈઝરાયલમાં સ્વાગત, સંસદમાં સંબોધન અને પ્રધાનમંત્રીનું નિવેદન આગામી વર્ષોમાં નવી ક્ષિતિજો હાંસલ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
