Good News: કઠોળ ઉત્પાદનમાં ભારત દુનિયામાં નંબર વન બન્યું, મહાસત્તાઓ હાંફી
28 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન સાથે અમેરિકા સહિતના દેશોને પાછળ છોડ્યા

ભારત દુનિયામાં કૃષિપ્રધાન રાષ્ટ્ર તરીકે ગણતરી કરવામાં આવે છે, જ્યારે દેશમાં અનાજનું ઉત્પાદન પુષ્કળ થાય છે. અનાજની સાથે ભારતમાં કઠોળનું મબલખ ઉત્પાદન થાય છે, જ્યારે ભારતની તુલનામાં આર્થિક-સુરક્ષાની રીતે પોતાને મજબૂત મહાસત્તાઓ પણ પાછળ મૂકી દે છે. સરકારી અહેવાલ અનુસાર ભારત વર્ષે 28 મિલિયન મેટ્રિક ટન કઠોળનું ઉત્પાદન કરે છે, જ્યારે તેની તુલનામાં અન્ય દેશોમાં પ્રમાણ ઓછું છે. ભારતના વાર્ષિક 28 મિલિયન કઠોળનું ઉત્પાદન છેલ્લા 20 વર્ષમાં ડબલથી પણ વધારે થયો છે, જે 2002માં 11.13 મિલિયન મેટ્રિક ટન હતો.
ટોચના પાંચ દેશમાં અમેરિકા ક્યાંય નહીં
દુનિયામાં કૃષિ ઉત્પાદનમાં ટોચના દેશમાં ચીન, ભારત, અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. ટોચના કઠોળની વાત કરીએ તો દાળ, મસુર, છોલે, બીન્સ અને મટર સહિત અન્ય કઠોળ પોષણ કૃષિ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મૂળ મુદ્દો તો તમે સમજી ગયા હશો કે ભારતમાં સૌથી વધુ દાળનું ઉત્પાદન થાય છે, પરંતુ કેટલું અને કયા નંબરે છે એના અંગે ધ્યાન રાખવું જરુરી છે.
અમેરિકામાં બે મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન
ભારતમાં કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચણા, તુવેર, મસુર સહિત અન્ય કઠોળનું મોટા પાયે વાવેતર પણ કરવામાં આવે છે, જ્યારે તેનો વપરાશ પણ વધારે થાય છે. દુનિયાના ટોચના દસ કઠોળ ઉત્પાદક દેશમાં પહેલા ક્રમે ભારત છે, ત્યારપછી મ્યાનમાર, કેનેડા, ચીન અને રશિયા છે. મેટ્રિક ટનની ગણતરી કરવામાં આવે તો ડબલ ફિગરમાં ફક્ત ભારતમાં 28 મિલિયન છે, જ્યારે ચીનમાં પાંચ મિલિયન મેટ્રિક છે, જ્યારે રશિયામાં 4.1 મિલિયન મેટ્રિક ટન છે. ચીન અને રશિયા સિવાય અમેરિકામાં ખુદ બે મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હતું.
વધતા ઉત્પાદનને કારણે કઠોળનું મહત્ત્વ વધ્યું
2022ના અહેવાલ અનુસાર દુનિયામાં આશરે 9.6 મિલયન હેક્ટર જમીનમાં કઠોળની ખેતી કરવામાં આવી હતી. આ ખેતીથી લગભગ 9.7 મિલયન ટનનું ઉત્પાદન થયું હતું, જ્યારે તેની સરેરાશ ઉત્પાદકતા 1,015 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતું. કઠોળનું ઉત્પાદન દુનિયાના 170 દેશમાં થાય છે, જ્યારે તેનું વધતું ઉત્પાદન અને ખેતી પણ તેનું મહત્ત્વ પુરવાર કરે છે. ટૂંકમાં, કઠોળ ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર દુનિયામાં પોષણ અને કૃષિ માટે જરુરી આહાર છે. ભારતમાં કઠોળનું ઉત્પાદન વધવાને કારણે ભવિષ્યમાં વિદેશી મહાસત્તાઓને પણ ભારત પરની નિર્ભરતા વધી શકે છે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
