March 11, 2026
ટોપ ન્યુઝ

Alert: ‘હીટવેવ’ની ભઠ્ઠીમાં શેકાયું ભારત, તાપમાનમાં 8થી 13 ડિગ્રીનો વધારો

Spread the love


ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વહેલી ગરમીનો પ્રકોપ: રવી પાક પર જોખમ અને હવામાન વિભાગની આગાહી

ભારતમાં ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક પશ્ચિમી રાજ્યોમાં ફેબ્રુઆરી મહિના પછી માર્ચની શરુઆતમાં અચાનક ભયાનક ગરમી અનુભવી રહ્યા છે. અનેક શહેરોમાં તો તાપમાનનો પારો મિનિમમ આઠથી 13 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગ પણ ગરમીના મારા વચ્ચે અચાનક હીટવેવની આગાહી કરવા લાચાર બન્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પણ અમુક શહેરોમાં તો ભયાનક ગરમી જોવા મળી હતી, પરંતુ માર્ચના દસ દિવસમાં નાગરિકોને ગરમીએ તોબા પોકાર્યા છે.
હવામાન વિભાગના અધિકારીઓ દાવો કરે છે કે માર્ચ મહિનાની શરુઆતથી પશ્ચિમ હિમાલયના વિસ્તારો સહિત મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. એટલું જ નહીં, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં સામાન્ય કરતા વધુ હીટવેવ દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેમાં માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં અનુમાન સાચુ પુરવાર થયું છે.

ગુજરાત-રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન ઊંચકાયું
હવામાન વિભાગના અધિકારીઓ દાવો કરે છે કે ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં દિવસ દરમિયાન હીટવેવ ફૂંકાઈ શકે છે, જ્યારે રાતનું તાપમાન પણ ગરમ રહી શકે છે. પહાડી રાજ્યોમાં હિમાચલ પ્રદેશમાં પણ તાપમાનમાં પણ સરેરાશ વધારો થયો છે, જ્યાં શિમલામાં તાપમાન 25 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ ગરમીનું પ્રમાણ મે-જૂનની શરુઆતમાં જોવા મળે છે, જ્યાં હીટવેવની સ્થિતિ ક્યારેય જોવા મળી નથી. ગુજરાતમાં દીવ, રાજકોટ સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં 40 ડિગ્રીનું તાપમાન પાર કર્યું છે, જેના કારણે અનેક શહેરોમાં એલર્ટ રહેવું જરુરી છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન નહીં નીકળવું ફાયદાકારક સાબિત થઈ શકે.

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ગરમીથી તોબા પોકાર્યા
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો વધારો રહેશે. તાપમાનમાં વધારા માટે પ્રદૂષણની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનું કારણ જવાબદાર છે. સૂકી શરદીનું કારણ જવાબદાર છે. આ વર્ષે શિયાળામાં પણ વરસાદ ઓછો થયો છે.
ફેબ્રુઆરી મહિનામાં 1901 પછી ત્રીજી વખત સૌથી સૂકો શિયાળો રહ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતમાં ફક્ત 16 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 60 ટકા ઓછો છે. હવામાન વિભાગના દાવા અનુસાર નવેમ્બર, 2025થી પર્યાપ્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવ્યા, જેથી શિયાળામાં વરસાદની સાથે બરફ પડ્યો નહોતો.

અચાનક વધતી ગરમીથી પાકપામી પર અસર
દેશના અનેક રાજ્યોમાં વધેલા અચાનક તાપમાનને કારણે રવી પાક પર અસર પડી શકે છે, જેમાં સરસવ, ઘઉં, ચણા, મગફળી, તલ, જુવાર વગેરે પર અસર પડી શકે છે. ઉપરાંત, શાકભાજી સાથે સફરજન સહિત અન્ય ફળ પર પણ અસર પડે છે. આ સંજોગોમાં ખેડૂતોને સમયાંતરે સિંચાઈ કરે, જેથી માટીમાં નરમાઈ આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!