March 21, 2026
ટોપ ન્યુઝ

ભારતની પહેલી બુલેટ ટ્રેન: મહારાષ્ટ્રના પાલઘરમાં 1.48 કિમી લાંબી માઉન્ટેન ટનલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ

Spread the love

ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સૌથી પહેલી હિલ ટનલ બ્રેકથ્રૂ કર્યું છે. આ મેગા પ્રોજેક્ટની સૌથી મોટું એન્જિનિયરિંગ પડકારો માનવામાં આવી રહ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે આ ઉપલ્બધિની માહિતી આપતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહત્ત્વની સિદ્ધિ ગણાવી હતી.

રેલવે મંત્રીએ કહ્યું હતું કે આ માઉન્ટેન ટનલ 5 (એમટી-5) પૂરા પ્રોજેક્ટમાં નિર્માણ થનારી સાટ પહાડી ટનલમાંથી સૌથી લાંબી છે, જેની લંબાઈ લગભગ 1.48 કિલોમીટર છે. આ ટનલ પાલઘર જિલ્લામાં આવેલી છે, જે પહાડી વિસ્તારને પાર કરતા સફળતા મળી હતી. આ સફળતામાં મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં મહત્ત્વની સિદ્ધિ માનવામાં આવે છે.


મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની યોજના કૂલ 508 કિલોમીટરની છે, જેમાં 27.4 કિલોમીટર અંડર ટનલમાંથી પસાર થશે, જેમાં 21 કિલોમીટર અંડરગ્રાઉન્ડ અને 6.4 કિલોમીટર જમીનની સપાટી ટનલમાં સમાવેશ થાય છે. આ યોજનામાં કૂલ આઠ પહાડી ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં સાત અને ગુજરાતમાં એકનો સમાવેશ થાય છે.

આ અગાઉ સપ્ટેમ્બર, 2025માં થાણેથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ની વચ્ચે લગભગ પાંચ કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલનું કામકાજ પૂરું થયું છે. પાલઘર સ્થિત આ ટનલ ટેક્નિકલ રીતે પડકારજનક કામ માનવામાં આવતું હતું, કારણ કે અહીંના પહાડી વિસ્તારોમાં સૌથી વધુ મુશ્કેલ છે. રેલવે મંત્રીએ જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોરમાં 12 સ્ટેશન હશે, જેમાં મુંબઈમાં બીકેસી ટર્મિનલમાં બીકેસી અને અમદાવાદમાં સાબરમતીમાં ટર્મિનલ હશે. એના સિવાય ત્રણ ડેપો બનાવવામાં આવશે.

બુલેટ ટ્રેનના પહેલા તબક્કાનું કામકાજ 15 ઓગસ્ટ, 2027 સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે. સમગ્ર બુલેટ ટ્રેન કોરિડોરને આધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 85 ટકા હિસ્સો વાયડક્ટ આધારિત છે. અત્યાર સુધીમાં 326 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ થયું છે, જ્યારે મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર બે કલાકમાં પૂરું કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!