પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે ચાબહાર પોર્ટના સંચાલન અને અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવા ભારત મુશ્કેલીમાં
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વચ્ચે ભારત બંને દેશને સાથે લાવીને મંત્રણા માટે કોશિશમાં લાગ્યું છે. ભારતની આ કોશિશ યુદ્ધ સાથે લેવાદેવા નથી. પણ આ વાતચીત ઈરાનના ચાબહાર પોર્ટના મેનેજમેન્ટને લઈને છે, જે ભારતના રાષ્ટ્રહિત માટે સૌથી મહત્વપૂર્ણ છે અને યુદ્ધે આ સંકટમાં વધારો કર્યો છે.
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ચાબહાર પોર્ટમાં ભારતીય હિતો પર પહેલાથી મંડરાઈ રહેલું સંકટ વધુ ગંભીર બન્યું છે. જોકે, અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી અહીં કોઈ મોટો હુમલો કર્યો નથી, પરંતુ ભારતની ચિંતા એને લઈને છે કે અમેરિકાએ ભારત માટે ચાબહાર પોર્ટને લઈ જે પ્રતિબંધોમાં છૂટ આપી હતી, જેની મુદત આ મહિના દરમિયાન પૂરી થશે.
આ મુદ્દે અધિકારીએ કહ્યું કે ભારત હાલના તબક્કે અમેરિકા તરફના પ્રતિબંધોની મુદત વધારવા માટે વાતચીત કરી રહ્યું છે, જે યુદ્ધ પહેલાથી ચાલુ છે. એની સાથે ભારત સરકાર પણ ઈરાન સાથે ચર્ચા કરી રહ્યું છે, જેથી જો અમેરિકા પ્રતિબંધોમાં રાહત આપશે તો કોઈ લોકલ કંપની લીગલ ગેરન્ટી આપીને તેનું સંચાલન કરશે. ઈરાનની સાથે લીગલ ગેરન્ટી સાથે થઈ રહેલી વાતચીતનો એજન્ડા એ છે કે જો અમેરિકા પોર્ટ પરના પ્રતિબંધો ખતમ કરે અને મુદતમાં વધારો કરવા માટે રાજી થાય તો સ્થાનિક કંપનીના સંચાલનનો અધિકાર પરત કરશે.
એપ્રિલમાં રાહતની મુદત પૂરી
. ચાબહાર પોર્ટમાં ભારતના હિતોની મહત્તમ સમાધાન માટે અમેરિકા અને ઈરાન બંને દેશ સાથે ચર્ચા ચાલુ છે.
. ઓક્ટોબર 2025માં ભારત પર અમેરિકાના પ્રતિબંધોમાં છ મહિનામાં છૂટ આપવામાં આવી હતી
. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ચાબહાર પોર્ટને નિશાન બનાવવામાં આવે નહીં.
. ચાબહાર પોર્ટ પર ભારતનું સૌથી મોટું રોકાણ જ નથી પણ મહત્ત્વપૂર્ણ પોર્ટ છે, જેમાં ભારતનું હિત છે.
. ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચાબહાર પોર્ટના સંચાલન માટે કોઈ સ્થાનિક કંપની સાથે કરાર કરી શકાય.
. ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડએ ઈરાન સાથે 2024માં ચાબહાર પોર્ટના વ્યવસ્થાપન માટે 10 વર્ષ માટે સમજૂતી કરી હતી.
