IND VS WI: ક્લીન સ્વીપ કરીને ટીમ ઇન્ડિયાએ ગૌતમ ગંભીરને ‘બર્થડે ગિફ્ટ’ આપી
બે ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0 થી હરાવ્યું: દિલ્હીમાં સાત વિકેટે ઐતિહાસિક જીત મેળવી, યશસ્વી અને શુભમન ગિલની સદી સાથે કુલદીપ યાદવની શાનદાર બોલિંગ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટની રમાયેલી સિરીઝમાં સાત વિકેટથી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત ક્લીન સ્વીપ કર્યું છે. અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 140 રનના માર્જિનથી જીત્યું હતું, જ્યારે દિલ્હીમાં સાત વિકેટથી ઐતિહાસિક જીત મેળવી છે. ટેસ્ટ મેચમાં વર્ષોથી વેસ્ટ ઈન્ડિઝ પર ભારતના રહેલા વર્ચસ્વને કાયમ રાખ્યું છે. દિલ્હી ટેસ્ટમાં ભારતની જીત સાથે અનેક બાબતથી મહત્ત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ ગૌતમ ગંભીરના બર્થડેની ગિફ્ટ જીતથી આપી છે.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ 14મી ઓક્ટોબરના પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યા છે, ત્યારે દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની હરાવીને 2 મેચની સિરીઝમાં 2-0થી જીત્યું છે, ત્યારે આ જીત પણ ગંભીર માટે મહત્ત્વની છે, કારણ કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે અને આજે બર્થડે પણ છે, તેથી મોટી સિદ્ધિ પણ ભારતે મેળવી છે.
દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ભારતીય ટીમે 518 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો, જ્યારે ભારતીય ટીમનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. 175 રને આઉટ થવાની સાથે કેપ્ટન શુભમન ગિલે પણ સેન્ચુરી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ મેદાનમાં આવ્યું ત્યારે 390 રનનો સ્કોર બનાવ્યા પછી જીત માટે ભારતને ભાગે 121 રન રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝવતીથી જોન કેમ્પેબલ અને શે હોપે સેન્ચુરી ફટકારી પણ વ્યર્થ રહી હતી.
ભારતીય બોલરમાં સૌથી સફળ કુલદીપ યાદવ રહ્યો, જેમાં પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ સહિત કૂલ આઠ વિકેટ ઝડપી. એના સિવાય જાડેજા અને બુમરાહ ચાર-ચાર અને સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત સામે વેસ્ટ ઈન્ડિઝે 121 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો પીછો કરતા ભારતીય ટીમે સાત વિકેટથી જીત મેળવી. રન ચેઝ કરવામાં કેએલ રાહુલ અડધી સદી ફટકારીને નોટ આઉટ રહેતા 108 બોલમાં 58 રન બનાવીને ભારતને શાનદાર જીત અપાવી.
વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરીને ભારતના કેપ્ટન શુભમન ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી છે. ભારતે 378 દિવસ પછી પહેલી ટેસ્ટ સિરીઝ જીતી છે, જે એક રેકોર્ડ છે આ અગાઉ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પહેલી ઓક્ટોબરના જીત મેળવી હતી. ભારતે ટેસ્ટ મેચમાં જીત મેળવી છે, જેમાં ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પીસીટીમાં વધારો થયો છે, પરંતુ એનાથી આગળ હજુ બે ટીમ છે. વર્લ્ડ ટેસ્ટ ચેપ્યિનશિપના પોઈન્ટમાં હજુ પણ ભારત એ જ સ્થાને છે. પહેલા ભારતના પોઈન્ટ 55.56 હતા, જે 61.90 થયા છે, જેનાથી ભારત ત્રીજા સ્થાને છે. પહેલા ક્રમે ઓસ્ટ્રેલિયા અને બીજા ક્રમે શ્રીલંકા છે.
