ભારતીય ટ્રેન હવે પહોંચશે ભૂટાનઃ ગેલેફુ અને સમત્સે શહેરને મળશે રેલ કનેક્ટિવિટી
ભૂટાનની દુનિયાના દેશોમાં સૌથી ખુશ દેશમાં ગણતરી કરવામાં આવે છે. આ દેશમાં શાંતિપૂર્ણ છે તેમ જ ભારતીય નાગરિકોને પણ મુલાકાત માટે વિઝાની જરુર પડતી નથી, પરંતુ આગામી વર્ષોમાં ફ્લાઈટને બદલે પર્યટકો ટ્રેન માર્ગે પણ પહોંચી શકશે અને એના માટે હવે સરકારે પણ રસ્તો શોધી લીધો છે. જાણીએ ભારત સરકાર અને રેલવેની યોજના.

ભારત પડોશી દેશ સાથે સંબંધ સુધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેના ભાગરુપે ભારત અને ભૂટાનની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રેલવેની મોટી યોજનાની રેલવે મંત્રીએ જાહેરાત કરી છે. 4,033 કરોડ રુપિયાના ખર્ચે ભૂટાનના બે શહેર ગેલેફુ અને સમત્સેને ભારતીય રેલવે સાથે જોડવામાં આવશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પ્રસ્તાવિત રેલ પ્રોજેક્ટ બે મહત્ત્વના સિટીને કનેક્ટ કરશે. ભૂટાનનું ગેલેફુને માઈન્ડફુલનેસ સિટી તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સમત્સેએ ઈન્ડસ્ટ્રિયલ સિટી છે. આ બંને શહેર ભારતના કોકરાજહર અને બનારહાટને રેલ નેટવર્ક મારફત જોડવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કોકરાજહાર-ગેલેફુ લાઈન ભારતના સૌથી મોટા ઈન્ડસ્ટ્રિયલ હબ બોંગાઈગાંવને કનેક્ટ કરશે. કોકરાજહાર એક રિજનલ સ્ટેશન છે, જે આ પ્રોજેક્ટને ભારતના 1.50 લાખ કિલોમીટર લાંબા રેલ નેટવર્કને કનેક્ટ કરશે.
ભારત અને ભૂટાનને જોડવા માટે ફક્ત 70 કિલોમીટરના લાંબા નવા ટ્રેક બનાવીને ભૂટાનને ભારતના વિશાળ રેલ નેટવર્કથી જોડી શકાશે. કૂલ મળીને પ્રોજેક્ટ માટે કૂલ 89 કિલોમીટર લાંબો રેલ નેટવર્ક બનાવવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત ભૂટાનનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભૂટાનનો મોટા ભાગનો વેપાર પણ પોર્ટ મારફત થાય છે. હવે ભૂટાનને ડાયરેક્ટ રેલ માર્ગે જોડવાથી ઈકોનોમી વધુ પાવરફુલ પણ બનશે.
2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનનો પ્રવાસ કર્યો ત્યારે બંને દેશ કોકરાજહાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સેની વચ્ચે બે રેલવે લાઈનનું નિર્માણ કરવા સહમત થયા હતા. 16 કિલોમીટર લાંબા બનારહાટ-સમત્સે સેક્શન પશ્ચિમ બંગાળને ભૂટાન સાથે કનેક્ટ થશે. આ લાઈન ભૂટાનને પહેલી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે, જ્યારે તેનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ભારત અને ભૂટાન વચ્ચેના ગાઢ સંબંધ ધરાવે છે, જે વિકાસ અને સુરક્ષાના હિત આધારિત છે. આ પ્રોજેક્ટની મદદમાં પ્રોજેક્ટ્સ નિર્માણથી ભૂટાનમાં કમ્યુનિટી ડેવલપમેન્ટ, ઈકોનોમિક પ્રોગ્રામ્સ અને ફંડનો પણ સમાવેશ થાય છે.
