June 30, 2025
રમત ગમત

IND VS SL: ટવેન્ટી-20 સૂર્યાકુમાર યાદવની આગેવાનીમાં ભારત લંકા સામે સિરીઝ જીત્યું

Spread the love


સૂર્યાકુમાર યાદવનું શાનદાર પ્રદર્શનઃ બે વિકેટ લઈને સુપર ઓવરમાં ભારતને જીતાડ્યું

surya kumar yadav
પલ્લેકલઃ ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની ત્રણ મેચની ટવેન્ટી-20 સિરીઝ મેચમાં ભારત પહેલી મેચ શાનદાર રીતે જીત્યું હતું, જ્યારે મંગળવારે છેલ્લી મેચમાં સૂર્યા કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને જીતવા માટે મોટો પડકાર ઝીલવો પડ્યો હતો. શ્રીલંકા સામે સરળતાથી જીતવા માટે કપરા ચઢાણ કરવાની નોબત આવી હતી.
138 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી શ્રીલંકાની ટીમ વતીથી સૌથી વધુ રન કે પરેરા 34 બોલમાં 46 રન અને કુશલ મેન્ડિસે 41 બોલમાં 43 રન કર્યા હતા, પરંતુ શ્રીલંકાના બોલરની માફક ભારતીય બોલર પણ હાવિ રહ્યા હતા. તબક્કાવાર શ્રીલંકાની વિકેટ ઝડપવામાં ભારતીય બોલરમાં વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, રિંકુ સિંહ અને સૂર્યા કુમાર યાદવે બબ્બે વિકેટ ઝડપી હતી. શરુઆતમાં ધીમી રમત શરુ ક્યા પછી નવમી ઓવરથી ટીમ વિખરાવવાનું શરુ થયું હતું. 8.5 ઓવરમાં પહેલી વિકેટ 58 રને પડ્યા પછી બાકી 74 રનમાં શ્રીલંકાની સાત વિકેટ પડી હતી. ભારતીય ટીમમાં પહેલી બે વિકેટ પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસની રવિ બિશ્નોઈએ લીધી હતી, ત્યારબાદ બીજા સ્પેલમાં કે પરેરા અને હસરંગાની વિકેટ વોશિંગ્ટન સુંદર અને રિંકુ સિંહે લીધી હતી. છેલ્લે શ્રીલંકાને જીત માટે આઠ બોલમાં નવ રન કરવાના હતા, ત્યારે સૂર્યાકુમાર યાદવે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને પાંચ રન આપ્યા હતા અને બંને ટીમના રન બરાબર થયા હતા.
છેલ્લે સુપરઓવરમાં શ્રીલંકાએ ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં પહેલા બોલમાં વાઈડનો રન મળ્યો હતો, ત્યારબાદ કુસલ મેન્ડિસે એક રન બનાવ્યો હતો. બીજા બોલે સુંદરે પરેરાને આઉટ કર્યો હતો. ત્રીજા બોલે સુંદરે નિસાંકાને આઉટ કર્યો હતો, જેથી બે રન જ બનાવી શક્યું હતું, જેના જવાબમાં ભારત વતીથી સૂર્ય કુમાર યાદવ અને શુભમન ગિલ રમતમાં આવ્યા હતા. મહેશ તીક્ષણાના પહેલા બોલમાં સૂર્યકુમાર યાદવે ચોગ્ગો મારીને મેચ જીતી લીધી હતી.
ટોસ જીતીને શ્રીલંકા એ પહેલી બોલિંગ લીધી હતી, જ્યારે ભારતીય ટીમ પહેલી બેટિંગમાં 20 ઓવરમાં નવ વિકેટે 137 રન કરી શક્યું હતું. સંજુ સેમસન, રિંકુ સિંહ, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ વગેરે મજબૂત બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે ટીમ વતીથી સૌથી વધુ રન 37 બોલમાં 39 રન, રિયાન પરાગ 18 બોલમાં 26 રન, જ્યારે વોશિંગ્ટન સુંદરે 18 બોલમાં 25 રન કર્યા હતા. આમ છતાં તબક્કાવાર ટીમે વિકેટ ગુમાવતા 20 ઓવરમાં 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!