July 1, 2025
ટોપ ન્યુઝરમત ગમત

ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવીને ધૂળ ચટાડીઃ રોહિત શર્માનું દમદાર પ્રદર્શન

Spread the love

Supermanના માફક કેચ ઝડપીને Axar પટેલે માર્શને આઉટ કર્યાનો વીડિયો વાઈરલ
અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ ધીમે ધીમે અંતિમ તબક્કા ભણી આગળ ધપી રહ્યો છે. સુપર8 મુકાબલામાં પણ ભારતીય ટીમની વિજયની આગેકૂચ અકબંધ રહી છે. ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું મજબૂત પ્રદર્શન રહેવાને કારણે ભારત વર્લ્ડ કપની દાવેદાર ટીમને હરાવ્યું છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાને હરાવ્યું હતું. આજની મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટે 181 રન બનાવી શકતા ભારત કાંગારુ સામે 24 રને જીત્યું હતું.axar patel
ભારતીય ટીમ વતીથી રોહિત શર્મા (92)નું દમદાર પ્રદર્શન રહ્યું હતું, જ્યારે સામે પક્ષે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર કોહલીના માફક મજબૂત બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ ટ્રેવિસ હેડે વર્લ્ડ કપની માફક આજે પણ રોહિતના માફક મજબૂત રમ્યો હતો. 43 બોલમાં 76 રન બનાવ્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને ચાર સિકસનો સમાવેશ થયો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે પડકારજનક સ્કોર કરવાનો હતો, જેમાં ટ્રેવિસ હેડની વિકેટ પડ્યા પછી કેપ્ટન મિચેલ માર્શ અને ગ્લેન મેક્સવેલે બાજુ સંભાળી હતી, પરંતુ બંનેની મહત્ત્વની વિકેટ કુલદીપ યાદવે ઝડપીને ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. મિચેલ માર્શ બે સિકસર અને ત્રણ ચોગ્ગા સાથે 28 બોલમાં 37 રન ફટકાર્યા હતા, પરંતુ એની વિકેટ લેવામાં કુલદીપ યાદવે કમાલ કરી હતી. કુલદીપ યાદવની ઓવરમાં મિચેલ માર્શનો કેચ કરતો જોઈને માર્શના હોશ ઉડી ગયા હતા.


અક્ષર પટેલે કેચ ઝડપીને મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર હોવાનું પુરવાર કર્યું હતું. કુલદીપ યાદવની નવમી ઓવરના છેલ્લા બોલે માર્શ શાનદાર શોર્ટ મારવા જતા બોલ બાઉન્ડરી પાર કરી લીધી હતી, પરંતુ અક્ષરે છલાંગ મારીને એક હાથથી સુપરમેનના કેચ ઝડપી લીધો હતો. આ વિકેટ ઓસ્ટ્રેલિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી, કારણ કે માર્શ આઉટ થયા પહેલા ટ્રેવિસ હેડ અને માર્શ વચ્ચે 81 રનની ભાગીદારી નોંધાવી હતી. આ વિકેટ પડ્યા પછી ઓસ્ટ્રેલિયાએ રમતમાંથી પ્રભુત્વ ગુમાવ્યું હતું. કુલદીપ યાદવની સાથે અક્ષર પટેલે માર્ક સ્ટોઈનીસની વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા વતીથી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સિવાય તમામ બેટસમેન અને બોલરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું અને જેને કારણે ભારત જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો પ્રવેશ થયો હતો, જ્યારે આગામી મેચ ભારતની ઇંગ્લેન્ડ સામે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!