February 18, 2026
નેશનલરમત ગમત

IND Vs PAK મેચ જોવા ગયેલા MCAના અધ્યક્ષ અમોલ કાળેનું હાર્ટએટેકથી નિધન…

Spread the love

નવી દિલ્હીઃ ગઈકાલે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024) હેઠળ રમાયેલી ભારત અને પાકિસ્તાન (IND Vs PAK) દરમિયાન ઈન્ડિયન ક્રિકેટ માટે બેડ ન્યુઝ સામે આવી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સી (Captain Rohit Sharma) હેઠળની આ મેચમાં ભારતે 6 રનથી પાકિસ્તાનને હરાવી હતી. પરંતુ આ જ મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ (Indian Cricket) માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ મેચ જોવા માટે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (Mumbai Cricket Assosiation)ના અધ્યક્ષ અમોલ કાળે પણ એમસીએના અધિકારીઓ સાથે અમેરિકા પહોંચ્યા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષ અમોલ કાળે (President Amol Kale)નું 47 વર્ષની વયે હાર્ટએટેક આવતા નિધન થયું હતું. કાળે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા અને મેચ બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી અને હાર્ટએટેક આવતા જ તેમનું નિધન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમોલ કાળે એમસીએના અધ્યક્ષ હતા અને તેમની ગણતરી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સૌથી નજીકના વ્યક્તિમાં કરવામાં આવે છે. ગયા વર્ષે જ અમોલ કાળેની એમસીએના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા અમોલ કાળેએ અધ્યક્ષપદની ચૂંટણીમાં સંદિપ પાટિલને પરાજિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમોલ કાળેને શેલાર અને ફડણવીસ ઉપરાંત એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારનો પણ પૂરેપૂરો ટેકો મળ્યો હતો. આ પહેલાં શરદ પવાર અને આશિષ શેલાર પણ એમસીએ (MCA)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જ્યારે કે અમોલ એમસીએના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

અમોલ કાળેના નિધન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મને હમણાં જ એમસીએના અધ્યક્ષ અમોલ કાળેનું અમેરિકામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાના સમાચાર મળ્યા. આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. હું વધુ વિગત જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!