July 1, 2025
ઈન્ટરનેશનલરમત ગમત

ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યુંઃ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરે બુમરાહ માટે શું કહ્યું?

Spread the love

ન્યૂ યોર્કઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં સુપર8માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાનને 48 રને હરાવીને વિજયરથ આગળ ધપાવ્યો છે. પહેલી બેટિંગમાં આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ 134 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી. ટીમ ઈન્ડિયા વતી હાઈએસ્ટ રન સૂર્યાકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલીએ કર્યા હતા, જ્યારે ટીમ અફઘાનિસ્તાન પર દબાણ લાવવામાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ રહ્યા હતા. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને અડધી ટીમને પેવેલિયન રવાના કરી હતી. 47 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ સુપર8 સૌથી મોટી જીત મેળવી.
i am fan of bumarah
ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ સતત સુપર પર્ફોમન્સ કરી રહ્યો છે, જેમાં આજની મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અંગે વેસ્ટ ઈન્ડિઝના કોર્ટની એમ્બ્રોસે કહ્યું કે હું બુમરાહનો મોટો ચાહક છું. બુમરાહ શાનદાર પર્ફોમન્સ કરી રહ્યો છે. તેની એક્શનને કારણે તેની કમર પર દબાણ આવી રહ્યું છે, પરંતુ દરેક ફાસ્ટ બોલરને આ પ્રકારના જોખમમાંથી પસાર થવું પડે છે. આમ છતાં બુમરાહે પોતાની એક્શનમાં કોઈ બદલાવ કરવો જોઈએ નહીં.
પહેલા બેટિંગમાં આવેલી ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા પર દબાણ લાવવામાં અફઘાનિસ્તાની ટીમ સફળ રહી હતી અને સસ્તામાં રોહિતની ટીમ ઈન્ડિયાએ વિકેટ ગુમાવી હતી. એના પછી વિરાટ કોહલી, ઋષભ પંતની પણ તબક્કાવાર વિકેટો પડી હતી. એના પછી સૂર્યા કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની જોડીએ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. સૂર્યા કુમાર યાદવ 53 અને હાર્દિક પંડ્યાએ 32 રન નોંધાવીને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. ભારતીય ટીમે તબક્કાવાર વિકેટ ગુમાવવા છતાં 20 ઓવરમાં 181 રન કરીને અફઘાનિસ્તાનને પડકારજનક સ્કોર આપ્યો હતો.
182 રનનો સ્કોર અચીવ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે તબક્કાવાર વિકેટ ગુમાવી હતી. સૌથી વધારે રન અજમતુલ્લાહ ઉમરજાઈએ 20 બોલમાં 26 રન બનાવ્યા હતા, પરંતુ એના સિવાય કોઈ મહત્ત્વની પાર્ટનરશિપ નોંધાવી નહોતી. આક્રમક બેટર ગુરબાજ પણ અગિયાર રને આઉટ થયો હતો. 23 રનમાં અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ અજમતુલ્લાહ અને ગુલબદીન નઈબે બાજી સંભાળી હતી. 10 ઓવરમાં 66 રન કર્યા હતા, પરંતુ બારમી ઓવરમાં 17 રને ગુલબદ્દીન અને ઉમરજઈ 26 રને આઉટ થયો હતો. એના પછી કોઈ ખેલાડી મહત્ત્વની ઇનિંગ રમી શક્યા નહોતા. 15 ઓવરમાં પાંચ વિકેટ 101 રન બનાવ્યા હતા, પરંતુ અંત સુધી સૌથી વધુ રન બનાવવાનો પડકાર હતો, જે અચીવ કરી શક્યા નહોતા. છેલ્લે અફઘાનિસ્તાનને 2 ઓવરમાં 57 રન બનાવવાના હતા, પણ નવ રન બનાવતા ભારત 47 રને જીત્યું હતું. આ વખતે કુલદીપ યાદવને લેવામાં ભારતને સફળતા મળી. ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી, જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!