યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યુંઃ સુરતમાં સેમિનાર વખતે અચાનક યુવતી ઢળી પડી…
દેશમાં યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે, જેમાં ગુજરાતમાં વધુ કેસ બની રહ્યા છે. ગુજરાતના સુરતમાં ચોંકાવનારો બનાવ બન્યો છે, જે વીડિયોમાં કેદ થયો તો. સુરતના કાપોદરામાં એક યુવતી સેમિનાર વખતે સ્પીચ આપી રહી હીત ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર વખતે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
કોલેજના સેમિનારમાં સ્પીચ આપતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે સ્ટેજ પર અચાનક ઢળી પડી હતી. યુવતીની અંતિમ પળોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. વાઈરલ વીડિયોમાં સ્પીચ વખતે ઢળી પડી હતી. એ જ વખતે હાજર લોકોએ પણ તેને સીપીઆર આપીને મસાજ આપવાની કોશિશ કરી હતી, ત્યાર પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મેડિકલ નિષ્ણાતે કહ્યું છે કે કિશોરોમાં હાઈ બ્લડ પ્રેશરના કેસમાં વધારો થઈ રહ્યો છે અને 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. અત્યારના તબક્કે પચાસ ટકા હાર્ટ એટેક તો પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધારે રહે છે. દિલ્હીના 60 ટકા સ્કૂલના બાળકોમાં મેદસ્વીપણું વધારે રહે છે. આ આકંડા પણ ચિંતાજનક છે. ખાસ કરીને શહેરોમાં હેલ્થ ક્રાઈસીસના નિવારણ અને આગામી પેઢીને બચાવવા માટે બ્લુ ઝોન સિદ્ધાંતનું પાલન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
બ્લુ ઝોન દુનિયાને પાંચ દેશ છે, જેમાં ઓકિનાવા, જાપાન, સાર્ડિનિયા, ઈકારિયા, ગ્રીસ અને લોમા લિંડા, કેલિફોર્નિયા છે. અહીંના લોકો કુદરતી ગતિશીલતા અને મજબૂત સમુદાય બંધનો પર આધારિત તેમની અનોખી જીવનશૈલીને કારણે નોંધપાત્ર ઉર્જા સાથે ખૂબ જ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે, ઘણીવાર 100 વર્ષ સુધી.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ મહારાષ્ટ્રના ધારાશીવની કોલેજમાં પણ ફેરવેલ વખતે ખુશનુમા માહોલ હતો, ત્યારે એક વિદ્યાર્થિની ઢળી પડી હતી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે 20 વર્ષની વિદ્યાર્થિનીનું મોતનું કારણ હાર્ટ એટેક હતું. મૃતક યુવતી વર્ષાનું આઠ વર્ષની ઉંમરે હૃદયની સર્જરી કરાવવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, છેલ્લા 12 વર્ષથી તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી અને કોઈ દવા પણ લીધી નહોતી.
