શક્તિ રુપેણ સંસ્થિતા: ગુજરાતમાં મહિલાઓએ કર્યું શૌર્ય પ્રદર્શન, મંત્રમુગ્ધ કર્યાં
રાજકોટમાં મહિલાઓએ રમી તલવાર રાસ, જામનગર-મોરબીમાં અંગારા પર રાસ ગરબા…
નવરાત્રીના તહેવારની દેશભરમાં ધૂમ છે. મા જગદંબાના પર્વમાં માતાજીની ભક્તિ કરવાથી શક્તિ મળે છે, તેમ જ માતાજીના ચાંચર ચોકમાં ગરબા ઘૂમવાની પરંપરા બદલાઈ છે, પરંતુ ગુજરાતમાં આજે પણ અનેક શહેરો યા ગામમાં પરંપપરાગત રીતે ગરબા રમવાની પરંપરા અકબંધ છે. દરેક વર્ગ કે સમાજના લોકો માતાજીના પાવન પર્વમાં ભાગ લઈને યથાશક્તિ ભક્તિ કરે છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં માતાજીના પર્વની આગવી રીતે ઉજવણી કરતા મહિલાઓના વીડિયો વાઈરલ થયા છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં રાજપુત મહિલાઓએ શૌર્ય બતાવતા ખુલ્લી જીપમાં બાઈક અને ઘોડેસવારી કરીને તલવાર રાસ રમી હતી. રાજકોટના રાજ પેલેસમાં ક્ષત્રિય મહિલાઓએ શાનદાર કરતબ કરીને સૌના દિલ જીતી લીધા હતા. બીજી બાજુ જામનગર અને મોરબીમાં યુવાનો અને છોકરીઓ અંગારા પર રાસ ગરબા રમ્યા હતા, જ્યારે તેના વીડિયોની નોંધ લઈને પ્રશંસા કરી હતી
10 વર્ષની દીકરીથી લઈને 60 વર્ષની મહિલાઓએ લીધો ભાગ
રાજકોટના રાણી સાહેબ કાદમ્બરી દેવીની અધ્યક્ષતા હેઠળ ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત 16 વર્ષ જૂની પરંપરાના ગરબાની વિભિન્ન શૈલીમાં પ્રદર્શન કર્યું હતું, જેમાં તસવાર રાસ મહત્ત્વપૂર્ણ છે. આ વર્ષે મહિલાઓએ તલવાર રાસમાં કાર, બાઈક, જીપ અને ઘોડા પર સવાર થઈને તલવાર રાસ રમી હતી.
હાથમાં તલવાર સાથે મહિલાઓનો શોર્યરાસ..! 🔥
રાજકોટના રાજવી પેલેસ ખાતે દર વર્ષે આ શોર્યથી ભરેલા તલવાર રાસનું આયોજન થાય છે.
10 વર્ષની નાની દીકરીથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ આમાં ભાગ લે છે જેની તાલીમ રાજકોટનું ભગિની સેવા ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી આપી રહ્યું છે. #Rajkot #Gujarat… pic.twitter.com/8veJal45lT
— Sagar Patoliya (@kathiyawadiii) October 5, 2024
રાજપુત મહિલાઓએ આ પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા. અહીંના કાર્યક્રમમાં 10 વર્ષની છોકરીથી લઈને 60 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 500થી વધુ છોકરી-મહિલાઓને તલવારબાજીની પણ ટ્રેનિંગ આપી છે. ખાસ કરીને મહિલાઓ પોતાની આત્મરક્ષા આપવાનો પણ ઉદ્દેશ છે.
જામનગર-મોરબીમાં અંગારા પર ખેલૈયા રમ્યા રાસ…
સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબીમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમીને ચર્ચામાં આવ્યા હતા. નવરાત્રીના બીજા દિવસે જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજના યુવાનો દ્વારા મશાલ રાસે શહેરની રોનક વધારી હતી. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.
સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ!!! 🔥
જામનગરના રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજના યુવાનો દ્વારા આયોજિત મશાલ રાસે શહેરમાં નવરાત્રીની રોનક વધારી..
ગરમી મંડળ માં ભાગ લેનારા ખેલૈયાઓએ અંગારાની વચ્ચે રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.. #Jamnagar #Gujarat #Navratri2024 @sanghaviharsh… pic.twitter.com/2dzqnc1OeG
— Sagar Patoliya (@kathiyawadiii) October 4, 2024
જામનગર સિવાય મોરબીમાં પણ છોકરીઓએ આગના અંગારા પર રાસ ગરબી રમી હતી. મોરબીના ગેસ્ટ હાઉસ રોડ સ્થિત શક્તિ ચૌક ગરબી મંડળની છોકરીઓએ મશાલ લઈને ગરબા રમી, ત્યાર બાદ એ જ મશાલ લઈને જમીન પર આગના અંગારામાં ગરબા રાસ રમી હતી. મોરબીના શક્તિ ચૌક ગરબી મંડળની શરુઆત 1983માં કરી હતી, જ્યાં નવ દિવસ માતાજીની પૂજા કરવામાં આવે છે. છેલ્લા 40 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગરબા ગાનારી છોકરીઓને સોનાની ભેટ પણ આપવામાં આવે છે.