પેપ્ઝની સામે રણવીર દીપિકા પદુકોણના કાનમાં શું કહ્યું કે ખડખડાટ હસી પડે છે, દીપુએ ખૂદ કર્યો ખુલાસો…
બોલીવૂડના બાજીરાવ મસ્તાની એટલે કે રણવીર સિંહ અને દીપિકા પદુકોણની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને એડોરેબલ કપલ તરીકે કરવામાં આવે છે. બંને જણે 2018માં લગ્ન કરી લીધા હતા અને સપ્ટેમ્બરમાં તો તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન પણ થવાનું છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક દીપિકા અને રણવીરની એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં રણવીર પાપારાઝીની સામે દીપિકાના કાનમાં એવું તે શું કહે છે કે જે સાંભળીને તેના ચહેરા પર મોટી સ્માઈલ આવી જાય છે એનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે અભિનેત્રીએ…
વાઈરલ થઈ રહેલો આ વીડિયો કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણનો છે. આ શો પર દીપિકા અને રણવીર પહોંચ્યા હતા. દરમિયાન કરણ જોહર દીપિકાને પૂછે છે કે મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે પણ તું પેપ્ઝની સામે પોઝ આપતી હોય છે એ સમયે રણવીર તારા કાનમાં કાંઈક કહે છે અને તું ખડખડાટ હસી પડે છે?
આ સવાલના જવાબમાં દીપિકા કહે છે છે પેપ્ઝ ફોટા ક્લિક કરતી વખતે કંઈક કહેતા હોય છે પણ મને એ સમજાતું નથી, અને હું મોટી સ્માઈલ સાથે રણવીરને પૂછું છું કે આ લોકો શું કહે છે? રણવીર મને સમજાવે છે…
દીપિકા પાદુકોણનો આ જવાબ સાંભળીને રણવીર કહે છે કે દીપિકાના ચહેરા પરની આ એન્જલ જેવી સ્માઈલ આવે એ માટે હું કંઈ પણ કરી શકું એમ છું અને એકચ્યુલી ફોટોગ્રાફર્સે આ માટે મને થેંક્યુ કહેવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કપલ 2018માં લગ્ન કર્યા હતા અને હવે સપ્ટેમ્બર, 2024માં તેમના ઘરે નાનકડા મહેમાનની કિલકારીઓ ગુંજવાની છે, ખુદ કપલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા.
