June 30, 2025
ટેકનોલોજી

શિયાળામાં તમારો સ્માર્ટફોન ગરમ થાય છે, તો અપનાવો આ પાંચ ટ્રિક!

Spread the love

શિયાળામાં ફોન ગરમ થવાના અનેક કારણો હોય છે, પરંતુ તમારે તેની ચિંતા કરવી નહીં. તમે સર્વિસ સેન્ટર ગયા વિના પણ તેનું સોલ્યુશન લાવી શકો છો. સિઝન ચેન્જ થવાથી સમગ્ર માનવજીવન પર અસર પડે છે, તેમાં ઈલેક્ટ્રિક ગેઝેટ્સ હોય કે અન્ય સાધન પણ તેના પર અસર થાય છે. તો મોબાઈલ કિસ ખેત કી મુલી હૈ. મોબાઈલ ફોન તેનાથી બાકાત રહી શકતો નથી. શિયાળાના દિવસોમાં પણ તમારો મોબાઈલ ગરમ થતો હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
ઉનાળાના દિવસોમાં પણ તમારા બોડી ટેમ્પરેચરમાં વધારો થાય છે. સૂર્ય પ્રકાશના સૂર્ય કિરણો તમારા બોડીને ગરમ કરે છે, તેનાથી ખબર પડતી નથી કે કઈ રીતે ઠંડક મેળવી શકાય. એની સાથે અન્ય ગેજેટ્સ પણ ગરમ થાય છે, પણ શિયાળાના દિવસોમાં શું કારણ હોઈ શકે છે, તેમાંય વળી સ્માર્ટ ફોનને શું લાગે વળગે. બહુ ચિંતા કરશો નહીં. આટલી પાંચ ટ્રિકને અપનાવજો તમારી સમસ્યા દૂર થવાના ચાન્સ રહેશે.
બહારની હીટથી બચાવોઃ શિયાળાના દિવસોમાં મોટા ભાગે ડાયરેક્ટ હીટ યા સૂર્ય પ્રકાશના કિરણો આવવાના ચાન્સ રહેતા નથી. આમ છતાં શિયાળાના દિવસોમાં બ્લોઅર અથવા હીટરનો પણ ઉપયોગ કરે છે. શક્ય એટલા તમારા મોબાઈલ કે સ્માર્ટફોનને બ્લોઅર કે કોઈ ઈલેક્ટ્રિક સગડી, ઓવન યા હીટરની નજીક મૂકવાનું ટાળો. જો ફોન ગરમ થઈ જાય તો તાત્કાલિક ઉપયોગ કરવાનું પણ ટાળો.
બીજી મહત્ત્વની બાબત એ કે તમારા સ્માર્ટફોનમાં બ્રાઈટનેસને ઓછી રાખો. વધારે બ્રાઈટનેસ રાખવાથી તમારા મોબાઈલની બેટરી પર અસર થાય છે. લો બ્રાઈટનેસ સેટ કરો, તેનાથી બેટરીનો વપરાશ ઘટશે. હા, પણ એક વાતનું ધ્યાન રાખો કે બ્રાઈટનેસ એટ લિસ્ટ એટલી રાખજો કે તમે આરામથી વાંચી શકો છો. એના સિવાય સ્માર્ટ ફોનમાં ટાઈમઆઉટ ટાઈમને પણ ઓછો સેટ રાખો. જો તમારો ફોન ક્યાંક ચાલુ રહી જાય તો ગણતરીની સેકન્ડમાં ફોનની સ્ક્રીન બંધ થઈ જાય તેનો ફાયદો તમને ચોક્કસ મળે છે. એનાથી તમારી બેટરી ઓછી વપરાશે.
અન્ય જગ્યાએ ચાર્જિંગ કરવાનું ટાળોઃ તમારા મોબાઈલ ફોનને ગમે તે જગ્યાએ ચાર્જિંગ કરવાની આદત રાખશો નહીં. આ કોમન પ્રોબ્લમ છે કે ઈમર્જન્સીમાં મોબાઈલને ચાર્જિંગ કરવાની નોબત આવે છે, તેથી આગળ પાછળનું વિચાર કર્યા વિના ચાર્જિંગમાં મૂકવામાં આવે છે. અન્ય જગ્યાએ મોબાઈલને ચાર્જ કરવાથી ક્યારેક તમારો મોબાઈલ કે અન્ય ગેઝેટ્સ ગરમ થયા છે, જે ક્યારેક ખતરનાક પણ સાબિત થાય છે, પણ શક્ય એટલું અજાણી જગ્યાએ મોબાઈલ ફોન ચાર્જ કરવાનું ટાળો.
સ્માર્ટફોનમાં અનેક એવી એપ્લિકેશન હોય છે, જે બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે. જ્યારે પણ કોઈ નવો મેસેજ આવે ત્યારે નોટિફાઈ કરે છે. તેનાથી ડેટા અને બેટરી પણ વધારે વપરાય છે, તેથી બિનજરુરી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ટાળો અને અનઈન્સ્ટોલ યા નોટિફિકેશન બંધ કરીને રાખો, તેથી ડેટા પણ વપરાશે નહીં.
છેલ્લે મહત્ત્વની વાત એ મોબાઈલને ફેશન માટે ભારે ભરખમ કવર રાખશો નહીં, કારણ કે ક્યારેક તેને કારણે હીટ બહાર નીકળી શકતી નથી. એનાથી તમારો ફોન પણ વધારે ગરમ થતો હોય છે, તેથી કવર વિના પણ વાપરવાનું ફાવે એવું હોય તો એમ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!