Healthy રહેવું હોય તો સવારે ઊઠીને આટલું અચૂક કરો!
ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માટે સફળતા પહેલી દેખાય છે પછી આરોગ્ય. અને સુખમય આરોગ્યના ભોગે આંખો બંધ કરીને દોડાદોડી કરવા આવે છે. અને ક્યારેક એના કારણે વ્યક્તિ મોટી મુશ્કેલીમાં પણ મૂકાય છે, તેથી સંતુલિત લાઇફ સ્ટાઇલ ચોક્કસ ફાયદો કરાવે છે. એના માટે સૌથી પહેલા સવારે ઊઠીને તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. ચાલો જોઈએ મહત્વની વાતો.
સૌથી પહેલા તો વહેલા ઉઠવાનું રાખો અને એ પણ નિયમિત રીતે. વહેલા ઊઠવાનું શરીર માટે ફાયદાકારક રહે છે તેમ જ તમે રેગ્યુલર વધુ કામકાજ પણ કરી શકો છો. વહેલા ઊઠવાની સાથે અમુક જરુરી એક્ટિવિટી પણ કરો જેથી તમે પ્રવૃત રહી શકો અને મગજ એક્ટિવ પણ રહી શકે.
વહેલા ઊઠીને એક ગ્લાસ પાણી પીવાનું રાખો. શક્ય હોય તો થોડી હૂંફાળું પાણી પીવાનું રાખો જે તમારા પેટની બીમારીને દૂર કરશે. ઊઠયા પછી પણ ચહેરા પર પાણીથી મોં ધોઈ નાખવું જેથી તમને ફ્રેશ પણ લાગે અને ઊંઘ પણ ઉડી જાય છે. પેટ સાફ માટે મળત્યાગ કરી લેવું એટલે તમે ફેશ અનુભવ થઈ શકે અને પેટ સંબંધિત કોઈ બીમારીના પણ ભોગ બનવું પડે નહીં. એની સાથે બ્રશ કરવો પણ જરૂરી રહે છે, ત્યાર બાદ બ્રેક ફાસ્ટ કરવો કે ચા કોફી કે અન્ય પીણા પીવા જોઈએ. બ્રશ કર્યા પછી પાણીથી કોગળા કરી લેવા જેથી મોઢામાં રહેલા બેક્ટેરિયા પણ દૂર થાય છે.
અંતે સૌથી વધારે મહત્વની વાત એ છે કે તમે રોજ સવારે ઊઠીને મેડિટેશન યા હળવી કસરત કરવાનું રાખો. જે તમારા સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે. મેડિટેશન કહો કે રેગ્યુલર તમે જે ભગવાનને માનતા હોય તેનું નામનું ધ્યાન ધરવું જોઈએ. તમારી શક્તિને વધારવામાં મદદ કરે છે. મેડિટેશન કે ધ્યાનમાં વધુ સમય ફાળવી શકતા ના હોય તો તમે હળવી કસરત કરીને શારીરિક રીતે પણ મજબૂત રહી શકો છો.