June 30, 2025
કિચન ટિપ્સટેકનોલોજી

વીજળીનું બિલ બચાવવું છે તો આટલું અવશ્ય ધ્યાનમાં રાખો

Spread the love

સપનાનું ઘર લીધા પછી લોકોના જીવનમાં એક કરતા અનેક સુવિધાનો વધારો થાય છે, જેમાં ઝડપથી કામકાજ પૂરું કરવા સાથે મનોરંજનના સાધનમાં વધારો થાય છે, પરંતુ સમયજતા વધુ પડતા વપરાશને કારણે થાય કે વધુ ખર્ચ થાય છે. ઈલેક્ટ્રિસિટી બાબતે પણ એવું થાય છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક સાધન સામગ્રીના વપરાશને કારણે થાય કે હવે શક્ય એટલા ઓછો વપરાશ થાય તો બિલ ઓછું આવી શકે છે. વાસ્તવમાં વીજળીનું બિલની રકમ જો બચાવવા માગતા હોય તો અમે આપી રહ્યા છે આ ટ્રિક્સ અજમાવી જુઓ ચોક્કસ ફાયદો થશે.
LED વાપરોઃ સૌથી મહત્ત્વની વાત તમારા ઘરમાં રાખવામાં આવેલા બલ્બ કે ટ્યુબલાઈટ તો ખાસ કરીને એલઈડીના બલ્બ વાપરો, જેમાં તમને ડબલ પ્રકાશ સાથે ખર્ચ પણ ઓછો થઈ જશે. બજારમાં બે વોલ્ટથી લઈને પચાસ વોલ્ટ સુધીના બલ્બ મળે છે, તેનાથી તમારું બિલ ઘટી શકે છે. અન્ય ઈલેક્ટ્રિક વસ્તુમાં જેમ કે ફ્રિઝને નોર્મલ મોડ પર રાખો, તેનાથી ચોક્કસ ફાયદો થાય છે. ઉપરાંત, બિનજરુરી ઘરમાં લાઈટનો વપરાશ કરવાનું બંધ કરો. દાખલા તરીકે બધાને ઊંઘ્યા પછી પણ લાઈટ ચાલુ રાખવાની આદત હોય છે, પણ એ આદતને બંધ કરો.
ઈન્વર્ટર એસી લગાવો: એસીનો વધારે પડતો ઉપયોગ થતો હોય તો એક વાત ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં નોર્મલ વિન્ડો કે સ્પિલ્ટ એસી હોય તો તમારે તેને હટાવીને ઈન્વર્ટર એસી લગાવવું જોઈએ. એમ કરવાથી એસીનું બિલ પણ ઓછું આવે છે. ઈન્વર્ટ એસીને કારણે લાઈટનો ઓછો ઉપયોગ થાય છે, તેથી શક્ય હોય તો આ બાબતની પણ અજમાઈશ કરી જુઓ.
સોલાર પેનલ બેસાડવાનું શ્રેષ્ઠ છે. હવે તો ગામ, અંતરિયાળ વિસ્તારોમાં પણ સોલાર પેનલ મારફત વીજળીના વપરાશનું પ્રમાણ વધ્યું છે. જો તમારા ઘરની આસપાસ પૂરતા પ્રમાણમાં ઓપન સ્પેસ હોય તો તમારા ઘરની છત હોય ઓપન ગ્રાઉન્ડમાં પણ સોલાર પેનલ બેસાડી શકો છો, તેનાથી તમારી જરુરિયાત પ્રમામે વીજળી પ્રાપ્ત કરી શકો છો, જ્યારે ઈલેક્ટ્રિકના વપરાશમાંથી બચી શકો છો.
જૂની ઈલેક્ટ્રિક વસ્તુનો વપરાશ બંધ કરોઃ છેલ્લે તમારા ઘરમાં જૂની ઈલેક્ટ્રિક સગડી હોય કે પંખા કાઢી નાખો. જૂના જેટલા થાય એટલો વપરાશ વધે છે, પરંતુ તેમાંથી પરિણામ લગભગ નહીંવત હોય છે. દાખલા તરીકે જૂના પંખાની હવા ઓછી આવે છે પણ ફક્ત કામ કરતો હોય એટલું લાગે છે, તેથી ઘરમાં જૂના પંખા, સગડી કે ફ્રિઝ પણ કાઢવું ફાયદાકારક રહે છે.
ટૂંકમાં, તમારા ઘરમાં પંખા, ફ્રિઝ, ટીવી, હીટર, વોશિંગ મશીન, મિક્સર સહિત એસી સહિત અન્ય રોજિંદી જરુરિયાતોમાં વીજળીનું વિશેષ પ્રમાણ રહે છે છતાં બિનજરુરી વપરાશ ઘટાડો તો ફાયદો રહે છે. એલઈડીના વપરાશ કે સોલાર પેનલ મારફત પણ જો તમે વીજળીનો વપરાશ વધારો તો ચોક્કસ ફાયદો થાય છે. આ ઉપરાંત, બિનજરુરી વીજળીના વપરાશને ઘટાડો તો તમારા ખિસ્સાનું ભારણ દર મહિને ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!