સફળતાના શિખર સર કરવા છે તો આટલી વાતોને ધ્યાનમાં રાખો
સપનું અને સફળતા એ બંને અલગ અલગ બાબત છે, પણ જો તમારા સપનાને સાકાર કરવા માટે યોગ્ય ગણતરીપૂર્વકની મહેનત કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. મહેનત કરવામાં પાછું વળીને જોવામાં આવે નહીં તો ચોક્કસ સફળતા મળે છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં સફળ થવા ઈચ્છતી હોય છે. જાણીતા તત્વચિંતક અને અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની પ્રેરણાદાયક વાતો કરી છે અને એમના નિયમોને અનુસરનાર વ્યક્તિ સફળ થઈ શકે છે. લિંકનનો જન્મ એક ગરીબ અશ્વેત પરિવારમાં થયો હતો.
અબ્રાહમ લિંકનનું ગોલ્ડન ક્વોટ માનવામાં આવે છે જો તમે પડી જાઓ તો હાર માનશો નહીં અને ફરી ઊઠીને ચાલવાની કોશિશ કરતા રહો. આ દરેક વ્યક્તિને લાગુ પડે છે કે સફળતા કંઈ સસ્તામાં કોઈને મળતી નથી. જેટલી પડકારજનક સફળતા હોય છે, તેમાં નિષ્ફળ થવાના 100 ટકા ચાન્સ રહે છે, તેથી પહેલું ક્વોટ જિંદગીમાં તમારે ગાંઠ બાંધી લેવાની હોય છે કે કદાચ હારી જાઓ તો પણ તેનાથી ચલિત થશો નહીં અને પડ્યા પછી પણ તૈયાર રહો નવી ઇનિંગ માટે. કોશિશ છોડવાની નહીં એટલે હાર માનશો નહીં.
બીજી અત્યંત મહત્વની વાત એ છે કે નિષ્ફળતાથી ડરશો નહીં. તમારા ધ્યેય કે સફળતાથી મોટી નિષ્ફળતા નથી એ વાત યાદ રાખવાની છે. હારી જવાના ડરને મગજમાંથી કાઢી નાખો. નિષ્ફળતા પછીનું અંતિમ મુકામ તો તમારી સફળતાનું છે, તેથી મનને ક્યારેય હારવા દેશો નહીં.
ત્રીજી વાત ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો તો એ વાત પણ યાદ રાખજો જે કામ કરવામાં તમે સક્ષમ નહીં તો એ કરવાની ભગવાન પણ તમને તક આપશે નહીં, તેથી તમારા વશમાં જે બાબત હશે તે કરવામાં ભગવાન પણ તમારી પડખે રહેશે. અંતે છેલ્લે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારે જે સફળતાના શિખરે પહોંચવું છે તેના માટે તમારામાં રહેલી કર્મ નિષ્ઠાને પણ જાળવી રાખો. તમારા ધ્યેયોને પૂરા કરવા માટે શોર્ટ કટ પણ અપનાવશો નહીં. બીજું કંઈ ખરાબ થતું હોય તો ત્યાંથી અટકવું મુનાસિફ રહેશે. જો બીજાનું ખરાબ થઈને તમારું સારું થતું હશે તો એ બહુ લાંબા સમય માટે તમારી સફળતા ટકશે નહીં, તેથી બીજાના ભલાનો પણ વિચાર કરી લેજો.